G20 Summit/ કેન્દ્ર સ્થાને કોરોના સામેની લડાઇ, પરંતુ ક્લાઇમેટ ચેંજ સામેની લડાઇમાં પણ ભારત અપેક્ષા પ્રમાણે – G20 સમીટમાં PM મોદી

PM મોદી દ્વારા G-20 સમિટમાં ક્લાઇમેટ ચેંજના મુદ્દે પોતાની વાત રજૂ કરવામાં આવી. PMએ કહ્યું કે, અત્યારે અમારું સમગ્ર ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને દેશની અર્થવ્યવસ્થાને બચાવવા પર કેન્દ્રીત છે. પરંતુ

Top Stories India Breaking News

PM મોદી દ્વારા G-20 સમિટમાં ક્લાઇમેટ ચેંજના મુદ્દે પોતાની વાત રજૂ કરવામાં આવી. PMએ કહ્યું કે, અત્યારે અમારું સમગ્ર ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને દેશની અર્થવ્યવસ્થાને બચાવવા પર કેન્દ્રીત છે. પરંતુ અમારી નજરમાં ક્લાઇમેટ ચેંજ સામેની લડાઇ પર પણ એટલી જ મહત્વપૂર્ણતા સાથે છે. ભારત ન ફક્ત આ મામલે કરેલા પેરિસ કરારના લક્ષ્યને પુરો કરી રહ્યું છે. પરંતુ તેને પાર કરવાની પણ તૈયારીમાં છે. અને અમને આશા છે કે, અમે તેને ચોક્કસ પાર કરીશું

સાઉદી અરબની મેજબાનીમાં G20 સમીટનું આયોજન
G20 સમીટ ઇવેંટ નું આયોજન સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદ દ્વારા કરવામાંં આવ્યું હતું. આ વખતે  G20 સંમેલનનું મેજબાન સાઉદી અરબ છે. G20 સમીટમાં ભારતનાં PM મોદી સહિત, ઇટલીના પ્રધાનમંત્રી ગિયુસેપ કોંટે, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ રહ્યા.

ધરતીને બચાવવા માટે ભારતનું યોગદાન
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય 2030 સુધી 26 લાખ હેક્ટર ઉજ્જડ જમીનનો ઉપયોગ લાયક બનાવાનો છે. અમે એલઇડી લાઇટને મોટી સંખ્યા સુધી પહોંચાડી અને આ નિર્ણયથી અમે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકી લીધું. ઉજ્જવલા યોજનાની મદદથી અમે 8 કરોડથી વધુ કરોડો ઘરોમાં રસોઇના ધુમાડાથી મુક્ત કર્યા છે. આ આખી દુનિયામાં સૌથી મોટી ક્લીન એનર્જી ડ્રાઇવમાંથી એક છે.

પ્રાચીનકાળથી પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી દેશ છે ભારત
PM મોદી એ કહ્યું કે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની અમારી પરંપરા અને મારી સરકારના કમિટમેન્ટના કારણે ભારતે લો કાર્બન અનેક્લાઇમેટના મુજબ કરવામાં આવેલા ડેવલોપમેંટને અપનાવ્યું છે. માનવતાની સમૃદ્ધિ માટે દરેક માણસને સમૃદ્ધિ થવું જોઇએ. ભારત આગામી પેઢીના  મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે મેટ્રો નેટવર્ક, જળ માર્ગ અને ઘણું બધુ બની રહ્યું છે. ભારતના આ તમામ નિર્ણય સુવિધા સાથે સ્વચ્છ પર્યાવરણને પણ પ્રોત્સાહન આપશે.

PM મોદીએ કહ્યું કે ‘અમે વર્ષ 2030 સુધી 26 મિલિયન હેક્ટર ડિગ્રેડેડ લેંડને રિસ્ટોર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. અમે સર્કુલર ઇકોનોમીને એનકરેજ કરી રહ્યા છે. ISA કાર્બન ફૂટપ્રિંટને ઓછી કરવામાં યોગદાન આપશે. નવી અને સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં રિસર્ચ અને ઇનોવેશાનને પ્રોત્સાહન માટે આ સૌથી સારો સમય છે. અમે સહયોગની ભાવના સાથે આમ કરવા માંગીએ છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….