આમ આદમી પાર્ટીનાં કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત દિલ્હીનાં ઐતિહાસિક રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવાના છે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના મંત્રીમંડળનાં 6 પ્રધાનો પણ પદ અને ગોપનીયતાનાં શપથ લેશે. કેજરીવાલે પહેલેથી જ કહ્યું છે કે તેમના મંત્રીમંડળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને આ કેબિનેટમાં ફક્ત પાછલી સરકારનાં મંત્રીઓ જ રહેશે. શપથ ગ્રહણ સમારોહનું લાઇવ અપડેટ વાંચો.
Delhi: Chief Minister-designate Arvind Kejriwal to swear-in as Chief Minister for the third time at Ramlila Ground today. (File pic) pic.twitter.com/vttl35li9F
— ANI (@ANI) February 16, 2020
આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. આ વખતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં મંચ પર, સફાઇ કામદારો, ડોકટરો, બાઇક એમ્બ્યુલન્સ સવારો, કામદારો, ઇજનેરો સહિત વિવિધ વિભાગોમાં ફાળો આપનારા 50 દિલ્હીનાં નિર્માતાઓ પણ હાજર રહેશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, ‘દિલ્હીમાં દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે આપણી દિલ્હી એવી હોવી જોઈએ, તેને તેમના સહકારથી આગળ વધારવામાં આવે. તે સપનાનાં નિર્માતા પોતાના ક્ષેત્રનાં કાર્યનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે રહેશે.
#WATCH Delhi: An Aam Aadmi Party fan Uday Veer arrives at Ramlila Maidan for Chief Minister-designate Arvind Kejriwal's swearing-in ceremony. pic.twitter.com/X3Ox5NTf2j
— ANI (@ANI) February 16, 2020
આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પાર્ટીનાં મુખ્ય મથક ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ઐતિહાસિક વિજય બાદ અરવિંદ કેજરીવાલ આવતીકાલે (રવિવારે) મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. મુખ્ય પ્રધાનની સાથે આખું મંત્રીમંડળ શપથ લેશે. અમે વારંવાર કહીએ છીએ કે આ આમ આદમી પાર્ટીની મોટી જીત છે. જેમણે કેજરીવાલ મોડેલ ઓફ ગવર્નન્સ અને કેજરીવાલ મોડેલ ઓફ ડેવલપમેન્ટને જીતાડ્યુ છે.
Manish Sisodia, AAP: There is nothing wrong if Arvind Kejriwal ji thinks that the same cabinet should be repeated. People are happy with the work of the cabinet and we won the elections on basis of our work. We will continue to build and maintain the confidence of the people. pic.twitter.com/7a1HKGgqI4
— ANI (@ANI) February 16, 2020
આ દિલ્હીનાં તે લોકોની જીત છે, જેમણે દિલ્હીનું સ્વપ્ન જોયું છે. દિલ્હી બનાવનારા લોકો, દિલ્હી ચલાવતા લોકો, આ તેઓની જીત છે. તેમને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળ્યું. તેમને મદદરૂપ સરકાર મળી. તેથી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય લીધો કે જ્યારે તેઓ શપથ લેશે, ત્યારે તેમના મહેમાનો તે જ લોકો હશે જેમણે દિલ્હી બનાવ્યું છે. જેની સાથે મળીને છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રીએ દિલ્હીને ચલાવ્યું છે અને આગામી 5 વર્ષ તેમની સાથે દિલ્હીને મળીને ચલાવશે, આગળ વધારશે.
Delhi: A banner seen at Ramlila Ground where preparations are underway for the swearing-in ceremony of Chief Minister-designate Arvind Kejriwal https://t.co/PoxqhcX6Zv pic.twitter.com/s7gqnQP284
— ANI (@ANI) February 16, 2020
રામલીલા મેદાન ખાતે અરવિંદ કેજરીવાલનાં મોટો પોસ્ટર લાગ્યા છે. જ્યા એક પોસ્ટરમાં ફિલ્મ નાયકનાં મુખ્ય અભિનેતા અનિલ કપૂર જોવા મળી રહ્યો છે. જેમા લખેલુ છે કે નાયક-2 બેક અગેઇન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
