- ફાયરિંગમાં એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો
- સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું નિપજ્યું મોત
ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ દરમિયાન એકનું મોત થયું છે. વલ્લભીપુરના પછેગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગના દાંડિયારાસમાં મિસ ફાયરની ઘટના બની હતી. જેમાં રાજકોટના લોધિકા તાલુકાના પીપરડી ગામના પ્રિયરાજસિંહ બળવંતસિંહ જાડેજાનું મોત નીપજ્યું છે. જ્યારે શક્તિસિંહ સુમનસિંહ જાડેજાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
