મોરબી જીલ્લાના સુસવાવ ગામે આવેલ ગૌશાળાએ ખેડુતોને નવો રાહ ચીંધ્યોસે બજારમા મળતી કેમીકલયુક્ત મોઘી અને જેરી દવાને જાકારો આપી ગૌમુત્ર આધારીત ખેતી કરી ખેડુતોની જેરી થતી જમીન તેમજ દવાઓ પાછળ થતા ખર્ચને બચાવવા સર્વમંગલ ગૌશાળાના સાધુ પ્રયત્ન કરી રહ્યાસે સાથો સાથ ગાયનુ અસ્તિત્વ ટકાવવા અથાગ મહેનત કરી રહ્યાસે
આપણો દેશ ખેતી આધારીત દેશ માનવામા આવેસે પરંતુ દિવસેને દિવસે ખેતી મોંધી થતી જાયસે વિવિધ પ્રકારી કેમીકલયુક્ત મોંધી દવાઓના ખર્ચથી ખેડુતને આર્થિક નુકશાનનીતો થાયજસે સાથે જમીન પણ જેરી થતી જાયસે ત્યારે જમીન અને નાંણા બચાવવા સર્વમંગલ ગૌશાળાના સંતો કેમીકલયુક્ત દવાઓને બદલે ગૌમુત્રનો ઉપયોગ કરી ખેતીમા નવી ક્રાંતિ લાવવાના પ્રત્યાયનોમા લાગ્યા છે.
ગૌશાળાની છ એકર જમીનમા ખેતી કરી ગૌમુત્રના ઉપયોગથી ખેતીપાકોમા મબલખ ઉત્પાદન કરી અન્ય ખેડુતોને જેરી દવાઓના છંટકાવ બંધ કરાવી તેની જગ્યાએ ગૌમુત્રનો ઉપયોગ કરતા કર્યાસે ગાયનુ મુત્ર અને છાણથી જમીન તેમજ નાણા બચાવી ખેડુતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળ્યાસે સુસવાવ તેમજ આજુબાજુ ગામના ખેડુતો ગૌશાળાએ પોતાના બેરલો મુકી ગૌમુત્ર એકઠુ કરીને પોતાની ખેતીમા ઉપયોગ કરવા લાગ્યા છે.
ખેડુતોને ખુબજ ફાયદાઓ થતા ગાયનુ પણ મહત્વ સમજાણુસે ગૌશાળામા રહેલી ગાયોને ઓર્ગેનીક ઘાસચારો ખવળાવી ગાયનુ દુધ પણ અમ્રુત સમાન બનાવ્યુસે જે દુધપીવાથી માનવ શરીરમા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
