ભારતમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં COVID-19 થી અત્યાર સુધી 239 લોકોનાં મોત નીપજ્યાં છે અને કોરોના ચેપનાં 7,447 કેસ નોંધાયા છે. શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 1,035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસો અને મૃત્યુની સંખ્યા છે. જો કે, થોડી રાહત છે કે આ રોગથી અત્યાર સુધીમાં 643 લોકો ઠીક થયા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને તે 14 એપ્રિલ સુધી રહેશે.
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં કહેર સર્જાયો છે. ભારતમાં કોરોના વાયરસનાં ચેપનાં કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,035 કેસ નોંધાયા પછી કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,447 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 40 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોના વાયરસનાં કુલ 7,447 કેસોમાંથી 6,565 પોઝિટીવ કેસ છે. આ ઉપરાંત, 642 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે 110 લોકોનાં મોત થયાં છે. અહીં હવે આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા 1,872 થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
