Mumbai News/ ગરબા રમવા 2.04 લાખ? ફાલ્ગુની પાઠકના નવરાત્રી પાસના ભાવ જોઈ સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

Falguni Pathakના Garbaના પાસની કિંમત 2.04 લાખ સુધી પહોંચતા નેટિઝન્સ ચોંક્યા. મુંબઈના નવરાત્રી કાર્યક્રમના મોંઘા પાસને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા.

Mumbai News India Breaking News
Falguni Pathak

Mumbai News: નવરાત્રી શરૂ થાય તે પહેલાં જ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક (Falguni Pathak)ના ગરબા કાર્યક્રમના પાસની કિંમતને લઈને ચર્ચા શરૂ થઈ છે. મુંબઈમાં યોજાનારા તેમના નવરાત્રી મહોત્સવની ટિકિટનો સૌથી મોંઘો વિકલ્પ 2.04 લાખ સુધી પહોંચતા સોશિયલ મીડિયા પર નેટિઝન્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Falguni Pathakના Garbaમાં 2.04 લાખના પાસથી મચ્યો હોબાળો

ફાલ્ગુની પાઠકના નવરાત્રી ગરબા 2026નું આયોજન મુંબઈ ના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. તેમના ગરબા કાર્યક્રમની શરૂઆતની સિંગલ-ડે ટિકિટની કિંમત 2,200થી હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, સૌથી વધુ ચર્ચા 2.04 લાખના POD પેકેજની થઈ રહી છે. આ પેકેજમાં એક રાત માટે 12 લોકો સુધીની એન્ટ્રીની સુવિધા હોવાનું જણાવાયું છે. સાથે 10,000ની ફૂડ એન્ડ બેવરેજ કૂપન પણ સામેલ છે.

સીઝન પાસ માટે 20 હજારનો ખર્ચ

BookMyShow પર ઉપલબ્ધ વિગતો મુજબ, તમામ નવરાત્રી (Navratri)રાતો માટે ફેઝ-1 અર્લી બર્ડ સીઝન પાસની કિંમત 16,000 પ્રતિ વ્યક્તિ હતી. ત્યારબાદ ફેઝ-2 સીઝન પાસ 18,000માં ઉપલબ્ધ હતો.હાલ સીઝન પાસની કિંમત 20,000 પ્રતિ વ્યક્તિ હોવાનું જણાવાયું છે. એક રાત માટે ગરબા રમવા ઈચ્છતા લોકો માટે સિંગલ-ડે ટિકિટ 2,200થી શરૂ થઈ હતી, જેમાં ટેક્સનો સમાવેશ અલગ હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સે કર્યો સવાલ

ટિકિટના ભાવ સામે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ચાહકોએ કહ્યું કે તેઓ ફાલ્ગુની પાઠકના ગરબા માટે આખું વર્ષ રાહ જુએ છે, પરંતુ આટલી મોંઘી ટિકિટ સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બની શકે છે. કેટલાક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી કે નવરાત્રીનો ગરબો દરેક વર્ગના લોકો માટે આનંદનો પ્રસંગ હોવો જોઈએ અને ટિકિટના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકો તેનાથી દૂર થઈ શકે છે.

‘કિડની ગીરવે મૂકવી પડશે’ જેવી કમેન્ટ્સ

ટિકિટના ભાવ અંગે કેટલાક યુઝર્સે રમૂજી અંદાજમાં પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે તો લખ્યું કે ‘કિડની ડિપોઝિટ રાખવી પડશે, આ તો હદ થઈ ગઈ.’ અન્ય એક યુઝરે નવરાત્રી હવે ભક્તિ કરતાં મોટો બિઝનેસ બની ગઈ હોવાની ટિપ્પણી કરી. કેટલાક ચાહકોએ ફાલ્ગુની પાઠકને વિનંતી કરી કે અગાઉની જેમ મોટા અને સામાન્ય લોકો માટે સરળતાથી પરવડે તેવા આયોજન કરવામાં આવે. તેમના મતે ફાલ્ગુની પાઠકના સંગીત અને ગરબાની લોકપ્રિયતા માટે મોંઘા વેન્યૂ કરતાં કલાકારનું પરફોર્મન્સ વધુ મહત્વનું છે.

ફાલ્ગુની પાઠક 90ના દાયકાથી ગુજરાતી ગરબા (Gujarati Garba)અને લોકપ્રિય ગીતો માટે જાણીતા છે. ‘ચૂડી જો ખનકી હાથ મેં’ અને ‘મૈને પાયલ હૈ છનકાઈ’ જેવા ગીતોએ તેમને દેશભરમાં ખાસ ઓળખ અપાવી હતી. હવે તેમના 2026ના નવરાત્રી કાર્યક્રમની ટિકિટના ભાવને લઈને ગરબા પ્રેમીઓમાં ઉત્સુકતા સાથે ચર્ચા પણ શરૂ થઈ છે.


આ પણ વાંચો: દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકની ‘ગરબા નાઈટ’નાં નામે છેતરપિંડી

આ પણ વાંચો: ફાલ્ગુની પાઠકે નેહા કક્કર પર કર્યા પ્રહારો, કહ્યું – સોંગનું સત્યાનાશ કરી દીધું

આ પણ વાંચો: દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા: નલ સે જલ યોજના નિષ્ફળ ! મહિલાઓ તળાવમાં ઉતરીને પાણી ભરે છે