Ahmedabad News/ પહેલા ફરિયાદ, પછી સમાધાન અને અંતે મોત! અમદાવાદની સગીરાની કરુણ કહાની

POCSO Caseમાં કોર્ટમાં સમાધાન બાદ પણ હેરાનગતિ ચાલુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદમાં સગીરાના આપઘાતથી ચકચાર. પોલીસે આરોપીની કરી ધરપકડ.

Gujarat Ahmedabad Breaking News
POCSO Case

Ahmedabad News: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક સગીરાએ સતત હેરાનગતિથી કંટાળીને જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પરિવારનો આક્ષેપ છે કે યુવક દ્વારા અગાઉ પણ સગીરાને હેરાન કરવામાં આવતી હતી અને આ મામલે પોક્સો (POCSO Case)હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં સમાધાન અને રહેઠાણ બદલ્યા બાદ પણ હેરાનગતિ ચાલુ રહેતા સગીરાએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ છે.

POCSO Case: કોર્ટમાં સમાધાન બાદ પણ હેરાનગતિનો આક્ષેપ

સરદારનગરના ભદ્રેશ્વર વિસ્તારમાં રહેતી સગીરા અગાઉ એક યુવકની હેરાનગતિ (Harassment by a young man)નો ભોગ બની હતી. પરિવાર દ્વારા યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ કેસમાં કોર્ટમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. પરિવારને આશા હતી કે ત્યારબાદ સગીરાને હેરાનગતિમાંથી રાહત મળશે. જોકે, પરિવારના આક્ષેપ મુજબ સમાધાન બાદ પણ યુવક દ્વારા સગીરા (Minor girl)નો પીછો કરવામાં આવતો હતો અને તેના પર સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું.

દીકરીને બચાવવા પરિવારે ઘર પણ બદલ્યું

યુવકની હેરાનગતિથી પરેશાન પરિવારે સગીરાની સુરક્ષા માટે રહેઠાણ પણ બદલી નાખ્યું હતું. પરિવારને લાગ્યું હતું કે સ્થળ બદલવાથી યુવકનો પીછો અટકી જશે અને સગીરા શાંતિથી રહી શકશે. પરંતુ પરિવારના જણાવ્યા મુજબ, નવું ઘર બદલ્યા બાદ પણ યુવકની હેરાનગતિ બંધ થઈ નહોતી. આરોપી નવા રહેઠાણની આસપાસ પણ આંટાફેરા મારતો હોવાનો અને સગીરાનો પીછો કરતો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સતત ત્રાસથી સગીરા માનસિક રીતે ભાંગી પડી

પરિવારના આક્ષેપ પ્રમાણે, સતત પીછો અને હેરાનગતિના કારણે સગીરા માનસિક રીતે ભારે પરેશાન થઈ ગઈ હતી. અંતે તેણે પોતાના ઘરમાં જીવન ટૂંકાવી લીધું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નસીમ ઉર્ફે લલ્લુ અન્સારીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી સામે કડક કાર્યવાહીની માગ

સગીરાના મોત બાદ પરિવાર અને સ્થાનિકોમાં રોષ (Resentment among locals)જોવા મળી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે અગાઉ ફરિયાદ (Police Complaint)અને કોર્ટની કાર્યવાહી છતાં હેરાનગતિ ચાલુ રહી હતી. હવે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સગીરાને હેરાન કરવામાં આવી હતી કે નહીં, અગાઉના કેસમાં થયેલા સમાધાનની પરિસ્થિતિ શું હતી અને ત્યારબાદ આરોપી દ્વારા રીતે શું કરવામાં આવ્યું હતું તે સહિતના મુદ્દાઓ તપાસનો ભાગ બની શકે છે.


આ પણ વાંચો: ‘મને પાછી આવવા દે’ની આજીજી બાદ પણ પતિ ન માન્યો, સગીરાએ સાબરમતીમાં કૂદી જીવ દીધો

આ પણ વાંચો: સુરતમાં પ્રેમપ્રકરણનો કરુણ અંત; યુવક અને સગીરાએ ઝાડ સાથે ફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો: સુરતમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસનો આરોપી 15 દિવસ બાદ રાજસ્થાનથી ઝડપાયો