Not Set/ #લોકડાઉન/ વ્યક્તિએ બીજી પત્નીને મળવા માંગી મંજૂરી, પોલીસે કહ્યું, એક પત્નિથી કામ ચલાવો અને …

દુનિયાના 200 જેટલા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે એમાંથી દુનિયાના સૌથી અમીર શહેરોમાં શામેલ દુબઈ પણ બાકાત રહ્યું નથી,  દુબઈમાં કહેરને જોતા લોકડાઉન કરવામાં આવ્યું છે, સાથે સાથે સંક્રમિત વિસ્તારોમાં સ્ટરલાઈજેશન પોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે.. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પોલીસ પાસે નવા નવા કારણો સાથે લોકો ફરિયાદી બનીને આવે છે જેને લઈને […]

World

દુનિયાના 200 જેટલા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે એમાંથી દુનિયાના સૌથી અમીર શહેરોમાં શામેલ દુબઈ પણ બાકાત રહ્યું નથી,  દુબઈમાં કહેરને જોતા લોકડાઉન કરવામાં આવ્યું છે, સાથે સાથે સંક્રમિત વિસ્તારોમાં સ્ટરલાઈજેશન પોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે.. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પોલીસ પાસે નવા નવા કારણો સાથે લોકો ફરિયાદી બનીને આવે છે જેને લઈને ક્યારેક પોલીસના ચહેરા ઉપર હાસ્યનું મોજું ફરી વળે છે.

લોકડાઉનની વચ્ચે દુબઈ પોલીસે મંગળવારના રોજ જણાવ્યું કે- તેમની પાસે એક ફોન આવ્યો દેમાં એક શખ્સે પોતાની બીજી પત્નીના ઘરે જવા માટે કર્ફયું પાસની માંગ કરી હતી. હકીકતમાં દુબઈ પોલીસના ચીફ એક રેડિયો કાર્યક્રમમાં હાજર હતાં.જ્યાં તેઓ કોરોના વાયરસ અને લોકડાઉન સંબંધિત સુચનાઓ આપી રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં કોલર્સ સવાલ પુછી રહ્યા હતા, ત્યારે એક શખ્સે પોતાની બીજી પત્નીને મળવા જવા માટે પાસની માગ કરી હતી અને કહ્યું હતું કે શું આ માટે મને મંજૂરી મળી શકે ખરી? આ શખ્સનો આવો સવાલ સાંભળી રેડિયો લાઈવપર હાજર દુબઈ ટ્રાફિક પોલીસના ચીફ બ્રિગેડીયર સૈફ મુહૈર અલ માઝરોઈ પણ હસવા લાગ્યા હતા.

આ શખ્સને જણાવ્યું હતું કે, તમારે બીજી પત્નીને મળવા જવું પડે એના માટે પાસ ન હોવાનું બહાનું સૌથી સારું છે. જો કે તેણે સાથે જણાવ્યું કે- આવા સંજોગોમાં આ માટે મંજૂરી આપી શકાય નહીં. થોડા દિવસ એક પત્નિથી કામ ચલાવો અને તેની સાથે રહો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.