કોરોનાવાયરસને કારણે લોકડાઉનથી જ્યાં દરેક લોકો ઘરે કેદ છે, ત્યારે દૂરદર્શનએ તેની જૂની સિરિયલ ફરી એકવાર શરૂ કરી છે. ‘રામાયણ‘, ‘મહાભારત‘, ‘શક્તિમાન‘ જેવા ટીવી શો ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત થઈ રહ્યા છે. આ દરમિયાન આ સિરીયલોના પાત્રોના લેટેસ્ટ ફોટા, વીડિયો પણ સામે આવી રહ્યા છે. હાલમાં શોશિયલ મીડિયા પર રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવનાર અરવિંદ ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ 82 વર્ષના થઈ ગયા છે અને આ વીડિયોમાં તે રામાયણને ખુરશી પર બેઠેલા જોતા જોવા મળે છે. સીતા હરણનો સીન જોઇને અરવિંદ ત્રિવેદીની આંખો ભરાઈ ગઈ.
82 વર્ષના થઇ ચુક્યા છે અરવિંદ ત્રિવેદી
80 ના દાયકામાં અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા ભજવીને ખુબ જ પ્રશંસા મેલી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે અરવિંદ રામાયણમાં કેવટની ભૂમિકા નિભાવવા માંગતા હતા, પરંતુ તે રાવણની ભૂમિકા માટે પસંદ થયા હતા. સમાચાર આવતાની સાથે જ 82 વર્ષિય અરવિન્દ્રની તબિયત આજે તેમનો સાથ નથી આપી રહી. વીડિયોમાં તે ખૂબ જ કમજોર જોવા મળી રહ્યા છે.
રામાનંદ સાગરની રામાયણ હજી પણ યુટ્યુબ પર વ્યાપકપણે શોધાય છે. લોકડાઉન પછી, મહાભારત, રામાયણ અને દૂરદર્શનની ઘણી જૂની અને સારી સિરિયલો ફરીથી પ્રસિદ્ધ કરવાની માંગ કરવામાં આવી હતી, ત્યારબાદ દુદર્શન દ્વારા તેમને શરૂ કરવાનું નક્કી કર્યું. મહાભારત અને રામાયણ સિવાય શક્તિમાન, સર્કસ, દેખ ભાઈ દેખ, યોમકેશ બક્ષી જેવા ટેલિવિઝન શો દૂરદર્શન પર પ્રસારિત થયા છે.
કોરોના વાયરસને લીધે, લોકડાઉન લંબાવામાં આવ્યું છે, તેથી આવી સ્થિતિમાં, દૂરદર્શનની એ જ સિરિયલ દર્શકોને મનોરંજન આપી રહી છે. જેમણે રામાનંદ સાગરની રામાયણ જોઇ છે તેઓ પણ ફરી એકવાર પૂરા રસ સાથે રામાયણ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
