જુઓ વીડિયો/ બાબર આઝમ ભડક્યોં , ગુસ્સામાં ક્રિકેટરે મારવા માટે ઉપાડી બોટલ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ગુસ્સામાં એક દર્શકને બોટલ વડે મારવાની ચેષ્ટા કરી રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો.

Trending Videos

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ વિવાદોથી દૂર રહે છે, પરંતુ તાજેતરમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુસ્સામાં પોતાનો કાબુ ગુમાવતો જોવા મળી રહ્યો છે. તેના સિવાય થોડા સમય પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પાકિસ્તાનની હાર પછી તે એક ફેન્સ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. જો કે  આ વીડિયોમાં તમે કદાચ તેનું આ રૂપ પહેલા ક્યારેય નહિ જોયું હોય.

વીડિયોમાં બાબર આઝમ મેદાનની બહાર બેઠેલો જોવા મળે છે. ત્યારે દર્શકોમાંથી કેટલાક લોકો તેને ‘ઝિમ્બાબર, ઝિમ્બાબ્વે’ કહીને બુમો પાડી રહ્યા છે. આ સાંભળીને બાબર આઝમ તરત જ ગુસ્સે થઈ જાય છે અને તે પાછળ ફરીને તે વ્યક્તિ તરફ જોવે છે, જે તેને ‘ઝિમ્બાબર, ઝિમ્બાબર’ કહી રહ્યો હતો. આ પછી, તે તે વ્યક્તિને ઇશારો કરીને બોલાવતો જોવા મળે છે, પરંતુ દર્શકો હજી તો પણ અટકતા નથી અને બાબર આઝમ પર જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને તેને ‘ઝિમ્બાબર, ‘ઝિમ્બાબર કહે છે. આના પર બાબર આઝમ ગુસ્સામાં પોતાનો કાબુ ગુમાવે છે અને તેણે દર્શકો તરફ બોટલ મારવા માટે ઈશારો કરે છે.

વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં, વીડિયોને પાકિસ્તાન સુપર લીગ દરમિયાન રમાઈ રહેલી મેચનો હોવાનું જણાવવામાં આવ્યું છે. વીડિયોના સમાચાર લખાય ત્યાં સુધી 15 હજાર લોકોએ તેને જોઈ લીધો છે અને 3 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. તે સમયે દરમિયાન, મોટી સંખ્યામાં લોકો વીડિયો પર કોમેન્ટ કરીને બાબર આઝમની મજા માણી રહ્યા છે. બાબર આઝમની આ કોમેન્ટ પર ઘણા લોકો હસી રહ્યા છે અને તેમના પર કોમેન્ટ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો