પાલઘરમાં મોબ લિંચિંગની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયા પર લોકો આ શરમજનક ઘટનાની નિંદા કરી રહ્યા છે, જ્યારે ટ્વિટર પર લોકો ઉદ્ધવ ઠાકરેની સરકાર પર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે, જ્યારે ભારતની સ્ટાર રેસલર અને ભાજપની નેતા બબીતા ફોગાટે આ ઘટનાની ટીકા કરતા મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
બવિતા ફોગાટે ટ્વીટ કર્યું હતું કે, મહારાષ્ટ્રનાં પાલઘરમાં સંતોને ઢોર માર મારતા કરાઈ હત્યા… તે પણ પોલીસની સામે. શું ઉદ્ધવ ઠાકરે સરકાર સૂઈ રહી છે, તેને શરમ આવી જોઇએ, બધા ગુનેગારો કેમેરા સામે છે. ગુનેગારોને કડક સજા મળવી જોઈએ, બબીતા ફોગાટનું આ ટ્વીટ આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
#महाराष्ट्र के पालघर में संतों की पीट पीट कर हत्या.. वह भी पुलिस के सामने। उद्धव ठाकरे सरकार कहां सोई हुई है। शर्म आनी चाहिए।
सारे दोषी कैमरे के सामने हैं। दोषियों को सख्त से सख्त सजा मिलनी चाहिए।#moblynching #Palghar
— Babita Phogat (@BabitaPhogat) April 19, 2020
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં પાલઘરમાં ગુરુવારે ત્રણ લોકોને ગામનાં લોકોએ ચોર સમજીને મારી નાખ્યા હતા. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગીરી મહારાજ, 70 વર્ષીય ચીકણે મહારાજ કલ્પવૃક્ષગિરિ અને 30 વર્ષીય નિલેશ તેલગડે તરીકે થઇ છે, નિલેશ સાધુઓનો ડ્રાઇવર હતો. આ ત્રણેય લોકો કોઈની અંતિમયાત્રામાં મુંબઇથી સુરત જઇ રહ્યા હતા. પાલઘર જિલ્લાનાં એક ગામમાં 100 થી વધુ લોકોનું ટોળું તૂટી પડ્યું હતું.
ગ્રામજનોએ પોલીસની ગાડી પર હુમલો પણ કર્યો, એવું કહેવામાં આવે છે કે થોડા દિવસોથી આ વિસ્તારમાં ચાઇલ્ડ ચોર ગેંગની અફવા ફેલાઈ હતી. લોકોએ તેમને આ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું માન્યું હતું અને કશુ વિચાર્યા વિના હુમલો કરવાનું શરૂ કર્યું હતું અને તેમને માર મારતા તેમની હત્યા કરી હતી. આપને જણાવી દઇએ કે, સમગ્ર ઘટના ત્યાં હાજર કેટલાક પોલીસકર્મીઓની સામે બની હતી. આરોપીઓએ સાધુઓ સાથે ડ્રાઇવર અને પોલીસકર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ સાધુઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે આ કેસમાં 110 લોકોની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
