Not Set/ કોરોના વાયરસે રાષ્ટ્રપતિ ભવનમાં પણ દીધી દસ્તક! મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં 125 પરિવાર…

દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાંથી એક રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ કોરોનાનો ખતરો મંડરાય રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનની એસ્ટેટમાં તેમના પરિવાર સાથે રહેતી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ સમગ્ર રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં હંગામો મચી ગયો છે. આ ખુલાસા બાદ કેમ્પસમાં રહેતા 125  પરિવારોને હોમ કોરેન્ટાઇન કરાયા છે. આપને જણાવી દઈએ કે મહિલાનો પતિ […]

India

દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાંથી એક રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ કોરોનાનો ખતરો મંડરાય રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનની એસ્ટેટમાં તેમના પરિવાર સાથે રહેતી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ સમગ્ર રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં હંગામો મચી ગયો છે. આ ખુલાસા બાદ કેમ્પસમાં રહેતા 125  પરિવારોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

આપને જણાવી દઈએ કે મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ અન્ડર-સેક્રેટરી કક્ષાના IAS અધિકારીની ઓફિસમાં કામ કરતો હતો. જેને ધ્યાનમાં લઇને અધિકારીએ સાવચેતીના પગલા તરીકે પોતાને ક્વોરોન્ટાઇન કરી દીધા છે.

જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ પહેલા સફાઇ કર્મચારીની પત્નિની માતાનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હતું, ગામડે આખો પરિવાર ગયો હતો તે પછી સમગ્ર પરિવારને આઇસોલેશનમાં મોકલાયેલ બધાનું પરિક્ષણ થયું પણ પત્નિ પોઝિટીવ મળી આવી હતી. તે પછી કેમ્પસમાં રહેતા 125 પરિવારોને કોરોન્ટાઇન કરાયા છે જેમાં 25 પરિવાર તો એ જ બ્લોકના છે જયાં આ પરિવાર રહે છે.

એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ભવનપરિસરમાં કામ કરનારા 100 થી વધુ સફાઇ કામદારો, માળીઓ અને અન્ય લોકો પણ આ સમય દરમિયાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યાં હતા. આ તમામને પણ સાવચેતી રાખવા જણાવાયું છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં સાવચેતી સાથે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.