વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના સંકટ પર દેશભરનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ અંગે ચર્ચા કરી રહ્યા છે. જો કે આ બેઠકમાં કેરળનાં મુખ્યમંત્રી પી.વિજયન જોડાયા નહોતા. ચર્ચા દરમિયાન મેઘાલયનાં મુખ્યમંત્રીએ વડા પ્રધાન મોદીને લોકડાઉન 3 મે થી આગળ વધારવા જણાવ્યું હતું. કોરોના ચેપને કારણે ચાલુ લોકડાઉન દરમિયાન વડા પ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે આ ત્રીજી વીડિયો કોન્ફરન્સિંગ છે.
બેઠકમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. એક, રાજ્યોમાં કોરોના ચેપની હાલની સ્થિતિ અને તેનાથી બચવાનાં પ્રયત્નો. બીજો ગૃહ મંત્રાલય દ્વારા 20 એપ્રિલથી આપવામાં આવતી છૂટનાં અમલીકરણ અને ત્રીજો, 3 મે પછીની વ્યૂહરચના અંગે રાજ્યોનો પ્રતિસાદ. જો કે, આ સમય દરમિયાન, રાજ્યો વતી તેમના મુદ્દાઓ પણ મૂકી શકાય છે. આમાં, આર્થિક પેકેજની માંગ મુખ્ય છે.
Prime Minister Narendra Modi holds video conference with the Chief Ministers of all States on COVID19 situation. pic.twitter.com/D9kiiXk4XK
— ANI (@ANI) April 27, 2020
બીજી બાજુ, વિશ્વમાં કોરોના વાયરસનાં કેસો દરરોજ વધી રહ્યા છે. ચીનનાં વુહાનથી દુનિયામાં ફેલાયેલા વાયરસની અસર યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ થઈ છે, અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય ભારતમાં પણ કોરોનાનો કહેર પણ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં પોઝિટીવ કેસોની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, ભારતમાં કોરોનામાં અત્યાર સુધીમાં 27,892 દર્દીઓ છે. અત્યાર સુધીમાં 872 લોકોનાં મોત નીપજ્યાં છે.
કોરોના વાઇરસને લઇને જારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સિગમાં કેરળનાં મુખ્યમંત્રી પી.વિજયન સામેલ નથી થયા. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કેરળે પોતાની સલાહ લેખિતમાં આપી છે.
Chief Minister of Kerala, Pinarayi Vijayan (in file pic) is not attending video conference meeting of CMs with Prime Minister Narendra Modi today on #COVID19 situation. Kerala has given its suggestions in writing. Kerala Chief Secretary is attending the meeting: Sources pic.twitter.com/nd0LgW8Bho
— ANI (@ANI) April 27, 2020
કોરોના વાયરસ પર જારી વડા પ્રધાન મોદીની વિડિઓ કોન્ફરન્સિંગમાં દિલ્હીનાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા છે. વળી, આ ચર્ચામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર છે.
Chief Minister of Delhi Arvind Kejriwal attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah, on COVID19 situation. pic.twitter.com/1ZwTHyruzW
— ANI (@ANI) April 27, 2020
વડા પ્રધાન મોદી કોરોના સંકટ પર મુખ્ય મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. સંક્રમણનાં કારણે લોકડાઉન દરમિયાન તેમની મુખ્યમંત્રીઓ સાથે આ ત્રીજી વીડિયો કોન્ફરન્સિંગ છે. બેઠકમાં ત્રણ ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
