કાળમુખો કોરોના પોતાનાં કાળનું મુખ દિવસે ને દિવસે વધુ ફાડી રહ્યો હોય તેવુ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે. કોરોનાનાં પોઝિટીવ કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થતી મોતની સંખ્યા પણ તિવ્રગતીએ વધતી નોંધવામાં આવી રહી છે. થોડા દિવસો પૂર્વે મોતનો આક 10ની આજુબાજુ પછી 20 ની આજુબાજુનો થયો અને હાલ 30ની આજુબાજુ પહોંચેલો જોવામાં આવે છે. જી હા આજે ગુજરાતમાં કોરોનાનાં કારણે 28 લોકોએ પોતાના જીવ ખોયા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતનાં વિવિધ વિસ્તારોનાં કોરોનાને કારણે માતમ છવાયેલો નોંધવામાં આવ્યો, તો સૌથી વધુ ભયવાહક સ્થિતિ અમદાવાદ શહેરની જોવામાં આવી રહી છે.
જી હા, અમદાવાદમાં એક જ દિવસમાં 274 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 3543 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદના એક દિવસના આ સૌથી વધુ પોઝિટિવ કેસ આજે નોંધવામાં આવ્યા છે. જ્યારે 147 દર્દીઓ સારવાર બાદ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સૌથી ભયાનક બાબત મોતની સંખ્યા છે. છેલ્લા 24 કલામાં અમદાવાદમાં જ 24 લોકો મોતને ભેટ્યા છે. આમ અત્યાર સુધી 208 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે જેથી કુલ મૃત્યુઆંક 290 પર પહોંચ્યો છે. તેમજ 374 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5428 થઈ છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે અમદાવાદના ગોમતીપુર અને મણિનગર વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરાયા છે સાથે પૂર્વમાં અવર જવર બંધ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
