કાળમુખા કોરોનાની ચપેટમાં રાજ્યનુ પાટનગર ગાંધીનગર પણ બરોબર આવી ગયુ હોય તેવી રીતે કોરોનાનો ફેલાવો જોવામાં આવી રહ્યો છે. કાલે 18 પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ આજે ફરી રાજ્યના પાટનગર ગાંઘીનગરમાં આજે અત્યાર સુધી 6 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે તો સાથે સાથે કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ નિપજ્યાનું પણ નોંધવામાં આવ્યું છે. કોરોનાના વધતા પ્રભાવથી પાટનગર હતપ્રભ જોવામાં આવી રહ્યું છે.
આજે નોંધવામાં આવેલા નવા 6 કેસમાં ગાંઘીનગર શહેરમાં 1 કેસ સામે આવ્યો છે, તો બાકીનાં 5 કેસ ગાંઘીનગર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં પોતાનો પગદંડો જમાવ્યા બાદ કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડ઼પ ભેર ફેલાવવાનું વલણ શરુ થયુ હોવાથી તંત્ર પણ દોડતું થઇ ગયું છે. આજે સામે આવેલા કેસમાં ઝુંડાલ માં 1, દહેગામ માં 2, માણસ માં 1 અને કલોલ માં 1 કેસ નોંધાયા છે.
નવા 6 કેસ સાથે ગાંધીનગર માં કુલ 73 કોરોના પોઝિટીવ કેસ થયા છે. જેમાથી ગાંધીનગર ના શહેરી વિસ્તાર માં 33 કેસ છે જ્યારે બાકીનાં 40 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
