કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નબળી ગુણવત્તાવાળા N95 માસ્ક નિકાસ કરવા માટે ચીન પર ભારે ગુસ્સે થયા છે. પીએમ ટ્રુડોએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સરકાર લગભગ 80 લાખ ખરાબ માસ્ક માટે ચીનને બિલકુલ ચૂકવણી કરશે નહીં. વર્ષ 2018 થી કેનેડા અને ચીન વચ્ચે તણાવ છે. માસ્કનાં નવા મુદ્દાએ હવે આ સંબંધોને વધુ તાણમાં લાવી દીધુ છે.
કેનેડાને ચાઇનામાંથી જે એન 95 માસ્ક મળ્યા છે તે ચીનથી આયાત કરવામાં આવેલી 11 મિલિયનની તબીબી સાધનસામગ્રીનો ભાગ હતો. તેમાંથી માત્ર એક મિલિયન એટલે કે 10 લાખ માસ્ક છે જે કેનેડાનાં સ્ટાન્ડર્ડ પર પાસ થયા છે અને 1.6 મિલિયન માસ્કનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટ્રુડોએ મીડિયા બ્રીફિંગ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે, તેમની સરકાર ખરાબ ક્વોલિટીની પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે ચીનને ચૂકવણી કરશે નહીં. તેમણે કહ્યું, ‘અમે એવા ખરાબ માસ્ક માટે ચૂકવણી કરીશું નહીં કે જે અમારા ધોરણ પર ખરા ઉતર્યા નથી અને આ તે ક્વોલિટીનાં નથી જે અમને અમારા ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે જરૂરિયાત હતા.‘ માસ્કની નબળી ગુણવત્તાએ પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધોને વધુ મુશ્કેલીમાં મુકી દીધા છે. આ પહેલીવાર નથી જ્યારે કેનેડાએ માસ્કની નબળી ગુણવત્તા વિશે વાત કરી છે. ગયા મહિનાની શરૂઆતમાં, કેનેડાએ જ ચીનથી આયાત કરાયેલા માસ્કની ખોટ વિશે ફરિયાદ કરી હતી.
2018 નાં અંતમાં, કેનેડિયન અધિકારીઓએ ચીનની કંપની હુવાઈની સીનિયર એક્ઝિક્યુટીવ મેંગ વાનઝોઉને વૈંકુવરમાં ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ ચીને કેનેડાનાં બે રાજદ્વારીઓની ધરપકડ કરીને આ કેસ અંગે આક્રમક પ્રતિક્રિયા આપી હતી. ટ્રુડોએ અગાઉ તાઇવાનની પ્રશંસા કરતા ચીનને નારાજ કરી દીધુ હતુ અને કહ્યુ હતુ કે, કેનેડાને 5 લાખ માસ્ક દેન કરવામાં આવેલ છે અને આ ઉદાર દાન બદલ તેમણે તેઓનો આભાર માન્યો હતો. કેનેડા પણ તે સમૂહનો ભાગ છે જેની આગેવાની યુએસ અને જાપાન કરે છે. આ સમૂહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં નિરીક્ષકનાં દરજ્જાની માંગ તીવ્ર કરી છે. ચીને આ પગલાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. ચીન તાઇવાનને એક અલગ દેશ માનતો નથી અને કહે છે કે તે તેનો એક ભાગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
