કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રાદેશિક ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકારો સાથે વાત કરી. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય યોજના લાગુ કરવાની માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર મજૂરોને પેકેજ નહી પણ સીધા પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર કરે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમયે સમગ્ર દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લોકોને આજે પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં સરકારે કોઈ સાહુકારની જેમ કામ ન કરવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘રસ્તા પર સ્થળાંતર કરનારા મજૂરોને દેવાની નહીં પણ પૈસાની જરૂર હોય છે. જ્યારે બાળક રડે છે, ત્યારે માતા તેને લોન આપતી નથી, તેને મૌન કરવા માટે કોઈ ઉપાય કરે છે, અને તેને ટ્રીટ આપે છે. સરકારને સાહુકાર નહી પણ માતાની જેમ વર્તવું પડશે. તેમણે કહ્યું કે આવા લોકો માટે સરકાર, વિપક્ષ અને મીડિયા બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. સરકારે તમામ અસરગ્રસ્ત લોકોનાં બેંક ખાતામાં સીધા પૈસા મોકલવા જોઈએ.
I have heard that the reason behind not giving money is ratings. It is being said that if we increase our deficit today, the foreign agencies will downgrade our ratings: Rahul Gandhi, Congress https://t.co/BvKhzUf83O
— ANI (@ANI) May 16, 2020
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારને લાગે છે કે, જો આપણી નાણાકીય ખાધ વધશે તો વિદેશની એજન્સીઓ આપણું રેટિંગ ઘટાડશે. પરંતુ હું કહેવા માંગુ છું કે હિન્દુસ્તાન જે રેટિંગ ધરાવે છે તે ભારતનાં લોકોથી છે. તેથી સરકારે વિદેશનું વિચારીને કામ ન કરવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે ધીમે ધીમે સાવધાની અને સમજદારીથી લોકડાઉન દૂર કરવું પડશે. સરકારે જોવું પડશે કે કોરોના વાયરસથી લોકોની મોત ન થાય. તેમણે કહ્યું કે, તમે એવુ ન વિચારો કે વાવાઝોડું આવી ગયું છે, તે આવી રહ્યું છે અને મોટા આર્થિક નુકસાનનું કારણ બનશે અને ઘણા લોકોને નુકસાન સહન કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
