દેશમાં સતત કોરોના વાયરસની લહેરમાં ઘણી જાણીતી હસ્તીઓ કોરોના પોઝિટિવ થઈ રહી છે. આવી સ્થિતિમાં NCP ચીફ શરદ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે આ મામલે પોતાના ડૉક્ટર સાથે વાત કરી છે, જો કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ પણ વાંચો :ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર અપક્ષ તરીકે ચૂંટણી લડશે,ટિકિટ ન મળતા નારાજ હતા
શરદ પવારે ટ્વીટ કરીને લખ્યું, ‘મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. હું મારા ડૉક્ટર દ્વારા સૂચવેલ સારવારને અનુસરી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં રહેલા તમામ લોકોને હું વિનંતી કરું છું. તમારો કોરોના ટેસ્ટ ક્રવાઓ અને તમામ જરૂરી સાવચેતીઓ લો.
I have tested Covid positive but there is no cause for concern. I am following the treatment as suggested by my doctor.
I request all those who have been in contact with me in the past few days to get themselves tested and take all necessary precautions.— Sharad Pawar (@PawarSpeaks) January 24, 2022
આપને જણાવી દઈએ કે દેશમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોવિડથી સંક્રમિત કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 439 લોકોના મોત થયા છે. આ કેસ રવિવાર કરતા લગભગ 27 હજાર ઓછા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 6 હજાર 64 કેસ નોંધાયા છે. તેમજ 439 લોકોના મોત થયા છે. જ્યારે સારવાર બાદ 2 લાખ 43 હજાર 495 લોકો સાજા થયા છે. હાલમાં ભારતમાં કોરોનાના 22 લાખ 49 હજાર 335 સક્રિય કેસ છે.
આ પણ વાંચો :ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજ્યવર્ગીય કોરોના સંક્રમિત,હોમ આઇસોલેટ
આ પણ વાંચો :ભારે હિમ વર્ષાનાં કારણે હિમાચલ પ્રદેશમાં જન જીવન અસ્તવ્યસ્ત, 700થી વધુ રસ્તાઓ પ્રભાવિત
આ પણ વાંચો :Punjab ચૂંટણી પહેલા 1993 બોમ્બ બ્લાસ્ટના દોષિતને કેમ છોડાવવા માંગે છે બાદલ?
આ પણ વાંચો :લો બોલો! ઓમિક્રોન બાદ હવે Stealth Omicron નો વધ્યો ખતરો, 40 દેશોમાં મળી આવ્યો
