દેશનાં જુદા જુદા ભાગોમાં હવામાન બદલાઇ રહ્યુ છે, ક્યાંક વરસાદની સંભાવનાઓ છે અને ક્યાંક ગરમ પવન ફુંકાઇ રહ્યા છે, રવિવારે રાત્રે દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવનને ખૂબ અસર થઈ છે, આવી સ્થિતિમાં બંગાળની ખાડીમાં વાવાઝોડા એમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમી બની શકે છે, જેના કારણે વિભાગે આજથી આગામી 4 દિવસ સુધી દેશનાં અનેક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપતા એલર્ટ જારી કર્યુ છે.

વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, ‘એમ્ફાન‘ કલાકનાં 6 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે અને આવતા થોડા કલાકોમાં ‘ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન‘માં ફેરવાઈ શકે છે, જો તેમ થાય છે તો સોમવારથી બંગાળનાં કાંઠાનાં જિલ્લાઓ જ્યારે મુશળધાર વરસાદ સાતે વાવાઝોડુ શરૂ થઇ જશે. તોફાન ઉત્તરીય દિશામાં 24 કલાક આગળ વધતું રહેશે. 24 કલાક બાદ તે તેની દિશા બદલીને ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે, એવો અંદાજ છે કે વાવાઝોડું 21 મે નાં રોજ બાંગ્લાદેશ પર લેન્ડફોલ કરશે, જેના કારણે તે દેશનાં ઘણા રાજ્યોને અસર કરશે અને હવામાન બદલાશે.

જો આમ થાય છે તો સોમવારથી બંગાળનાં કાંઠાનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નવીનતમ બુલેટિન મુજબ, ચક્રવાત ઓડિશાનાં પારાદીપથી લગભગ 870 કિ.મી. દક્ષિણમાં કેન્દ્રિત છે. પશ્ચિમ બંગાળ-ઓડિશાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં યેલો ચેતવણી જારી કરવામાં આવી છે.

આઇએમડી પહેલેથી જ ચક્રવાતી તોફાન ‘એમ્ફાન‘ ને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તોફાનને કારણે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર ઓડિશા, આંદામાન અને નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, દરિયાકાંઠે આંધ્રપ્રદેશ, આંતરિક તામિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
