મેષ (અ,લ,ઈ) – ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. શુભકાર્યમાં પ્રવૃત્ત થવાશે. ધનપ્રાપ્તિના અવસરો રહેલા છે પણ સાથે સાથે થોડા આવેશ અને ઉશ્કેરાટથી તમારે સાચવવાનું રહેશે. યુવામિત્રોથી તમને લાભ થશે.

વૃષભ (બ,વ,ઉ) – મન આજે વધુ પ્રફુલ્લિત રહેશે. મનમાં થોડા ઊંડા વિચારો પણ જળવાયેલા રહેશે. ઘડીમાં આનંદ તો ઘડીમાં ઉદાસી છવાશે. લેખકોને આજે ધન પ્રાપ્તિના અવસરો રચાયેલા છે. નાની-મોટી મુસાફરીનો યોગ પણ રચાયો છે.

મિથુન (ક,છ,ઘ) – ધનવ્યયની શક્યતાઓ રચાયેલી છે. મિજબાની, આનંદ, ઉત્સવ, મિષ્ટાન જમવું વગેરે કાર્યોમાં ધનખર્ચ થઈ શકે છે. નવા વસ્ત્રો લાવવા માટે પણ વિચાર આવે. ઘરમાં નવી ફિલ્મ જોવાનું આયોજન થાય. કુલ મળી આનંદમાં દિવસ વીતશે.

કર્ક (ડ,હ) – જીવનસાથીની સાથે વધુ સમય વીતશે. આજ તમને બીજાનો સાથસહકાર મળશે અને તમારું કાર્ય સરળ થશે. પિતા સાથે થોડી રકઝક થાય. સરકારી કાર્યોમાં તમને થોડી અવઢવ થાય.

સિંહ (મ,ટ) – સરકારી નોકરીની દિશામાં આગળ વધવાની ઇચ્છા થાય. ફાર્મસી કે મેડીકલ વ્યવસાય સાથે જોડાયેલાને લાભ થઈ શકે છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે નવી તકોનું નિર્માણ થાય.

કન્યા (પ,ઠ,ણ) – પ્રવાસની શક્યતા છે આજે વિદ્યાર્થીમિત્રોની બુદ્ધિ જરા વધારે સતેજ રહે. અભ્યાસમાં સફળતા મળતી જણાય છે. ભાગ્યનો સાથ મળશે. અટક્યા કાર્યો આગળ વધશે અને ધનપ્રાપ્તિના અવસરો ખુલશે.

તુલા (ર,ત) – ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા માટે લાભ થાય. પિતા દ્વારા તમારા કાર્યમાં થોડો વધુ ઉત્સાહ ઉમેરાય છે. આપનું કાર્ય સિદ્ધ થાય અને વેપારમાં સફળતા મળવાના સંકેતો મળે.

વૃશ્ચિક (ન,ય) – જમીન-મકાનથી તમને લાભ મળે. ગુસ્સા ઉપર કાબૂ રાખજો કારણ કે મોટાભાઈ-બહેન સાથે થોડો મતભેદ રહેવાની શક્યતા દેખાય છે. સહકર્મચારી તરફથી તમને લાભ મળે. તમારા કાર્યોમાં તમને યોગ્ય સહકાર મળે અને સફળતા પણ મળે.

ધન (ભ,ધ,ફ,ઢ) – જીવનસાથી સાથે મતભેદ ચાલતો હશે તો તેમાં હળવાશ વધશે. બેઉ વચ્ચે સમાધાન થશે. આવકમાં ઉમેરો થશે. તમને નોકરીમાં સફળતા મળતી જણાશે અને કાર્ય કરવાનો તમારો ઉત્સાહ વધશે.

મકર (ખ,જ) – તમારો જીવનસાથી તમારા હૃદયમાં સ્થાન લેશે. તમે તમારા જીવનસાથીને દિલની વાત જણાવશો. જો તમે કુંવારા હશો તો તમને સારો પ્રેમી મળવાની સંભાવના પણ વધી જાય છે.

કુંભ (ગ,શ,સ,ષ) – ઘરમાં થોડો મતભેદ થાય. નોકરી હમણાં તમને વધારે વહાલી લાગશે. માતા સાથે અથવા કોઈ લાગણીના સંબંધોમાં થોડી કડવાશ ઉમેરાય માટે તમારે ધ્યાન રાખવું પડશે.

મિન (દ,ચ,ઝ,થ) – આજે થોડો વધુ સુખમય દિવસ વીતશે. તમારી ચિંતાઓ થોડી હળવી થતી જણાય છે. શુભકાર્યો કરવાની ઇચ્છા થાય. આજે આપને નવો લાભ પણ મળશે. જૂની અટવાઈયેલી સમસ્યા આજે તમારા માટે સરળ માર્ગ કરે તેવી શક્યતા છે.

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)
(મો) 9825522235
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
