કોરોના સામેની જંગ લડી રહેલ કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ પોલીસ કર્મી પર ઘાત ઉતરી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદનાં અનેક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કોરોનાનાં કારણે પોલીસ કર્મીનાં મોતનાં સમાચાર જૂના નથી ત્યાં એક સગર્ભા પોલીસ કર્મીનો કોરોના આજે પોઝિટિવ આવ્યાની ઘટનાથી સનસની ફેલાઇ હતો. તો આ સાથે સાથે જ અમદાવાદના 5 પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચારથી સન્નાટો છવાઇ ગયો છે.
જી હા અમદાવાદનાં રામોલના ASI સહિત 5 પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. રામોલ પોલીસ સ્ટેશન ખાતે સી-ટીમમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મીઓ સહિત કુલ પાંચનાં પોલીસ કર્મીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત જવાનોના સંપર્કમાં આવેલ પોલીસ કર્મીને ક્વોરન્ટાઇન કરાયા છે. ઉલ્લેખનીય છે કે, હાલ 61 પોલીસ કર્મીઓની કોરોના હેઠળ સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
