Not Set/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મજૂરોની મદદ કરવા બદલ સોનૂ સૂદને કહ્યુ ‘Thank You’

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોને ઘરે પાછા ફરવા માટે બસની વ્યવસ્થા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક સોનુ સૂદનાં આ કામની પ્રશંસા કરી રહ્યા છે. હવે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ સોનુનાં આ કાર્યની પ્રશંસા કરી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું- ‘હું તમને છેલ્લા બે દાયકાથી એક પ્રોફેશનલ […]

India

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોને ઘરે પાછા ફરવા માટે બસની વ્યવસ્થા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક સોનુ સૂદનાં આ કામની પ્રશંસા કરી રહ્યા છે. હવે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ સોનુનાં આ કાર્યની પ્રશંસા કરી છે.

સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું- હું તમને છેલ્લા બે દાયકાથી એક પ્રોફેશનલ સાથીદાર તરીકે ઓળખું છું. સોનુ સૂદ, હું એક અભિનેતા તરીકે તમારી સફળતાને પણ સ્વીકારું છું. આ મુશ્કેલ સમયમાં તમે જે ઉદારતા બતાવી છે તેનો મને ગર્વ છે. સ્મૃતિ ઈરાનીએ લખ્યું- ગરીબ લોકોને મદદ કરવા માટે હુ તમને હાથ જોડીને આભાર વ્યક્ત કરુ છું.એક વ્યક્તિએ સોનુ સૂદ પાસે મદદ માંગી હતી, તેમણે લખ્યું હતું- સોનુ સૂદ સર, યુપીમાં ગમે ત્યાં મોકલો, સર ત્યાંથી પગપાળા ચાલ્યા જઇશુ પોતાના ઘરે સર. સોનુએ તેના જવાબમાં લખ્યું – તમે પગપાળા કેમ ચાલશો દોસ્ત? નંબર મોકલો.