બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોને ઘરે પાછા ફરવા માટે બસની વ્યવસ્થા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક સોનુ સૂદનાં આ કામની પ્રશંસા કરી રહ્યા છે. હવે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ સોનુનાં આ કાર્યની પ્રશંસા કરી છે.
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું- ‘હું તમને છેલ્લા બે દાયકાથી એક પ્રોફેશનલ સાથીદાર તરીકે ઓળખું છું. સોનુ સૂદ, હું એક અભિનેતા તરીકે તમારી સફળતાને પણ સ્વીકારું છું. આ મુશ્કેલ સમયમાં તમે જે ઉદારતા બતાવી છે તેનો મને ગર્વ છે. સ્મૃતિ ઈરાનીએ લખ્યું- ‘ગરીબ લોકોને મદદ કરવા માટે હુ તમને હાથ જોડીને આભાર વ્યક્ત કરુ છું.‘ એક વ્યક્તિએ સોનુ સૂદ પાસે મદદ માંગી હતી, તેમણે લખ્યું હતું- સોનુ સૂદ સર, યુપીમાં ગમે ત્યાં મોકલો, સર ત્યાંથી પગપાળા ચાલ્યા જઇશુ પોતાના ઘરે સર. સોનુએ તેના જવાબમાં લખ્યું – તમે પગપાળા કેમ ચાલશો દોસ્ત? નંબર મોકલો.
I’ve had the privilege of knowing you as a professional colleague for over 2 decades now @SonuSood & celebrated your rise as an actor ;but the kindness you have displayed in these challenging times makes me prouder still 🙏thank you for helping those in need🙏🙏 https://t.co/JcpoZRIr8M
— Smriti Z Irani (@smritiirani) May 24, 2020
