Not Set/ અમે ધમકી નહિ શ્રાપ આપી રહ્યા છીએ- ટીડીપી સાંસદ, ટીડીપીના ભાજપ પર 10 મોટા આરોપ

મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં આજે પહેલી વાર વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. આ દરમિયાન આજે સૌથી પહેલા ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાએ ચર્ચાની શરૂઆત કરી હતી. ગલ્લાએ મોદી સરકાર પાર જબરદસ્ત હુમલો કર્યો હતો. એમણે ભાજપ પાર 10 મોટા આરોપ લગાવ્યા હતા. ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાએ પીએમ મોદીને એમના દ્વારા આપવામાં આવેલા વચનો […]

Top Stories India

મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં આજે પહેલી વાર વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. આ દરમિયાન આજે સૌથી પહેલા ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાએ ચર્ચાની શરૂઆત કરી હતી. ગલ્લાએ મોદી સરકાર પાર જબરદસ્ત હુમલો કર્યો હતો. એમણે ભાજપ પાર 10 મોટા આરોપ લગાવ્યા હતા.

ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાએ પીએમ મોદીને એમના દ્વારા આપવામાં આવેલા વચનો ગણાવતા કહ્યું કે એમણે રાજ્ય સાથે દગો કર્યો છે. આજે આંધ્ર પ્રદેશ મુશ્કેલીમાં છે.

ભાજપે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે રાજ્યને વિશેષ રાજ્ય નો દરજ્જો આપવામાં આવશે. અમે આજે પણ એ પળની રાહ જોઈ રહ્યા છીએ.

એમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ પર કર્જ થોપવામાં આવ્યું છે. રાજ્ય પર ભારે કર્જ છે પરંતુ કેન્દ્ર કોઈ મદદ નથી કરી રહ્યું.

એમણે કર્ણાટકના જનાર્દન રેડ્ડીનો હવાલો આપતા કહ્યું કે મોદી સરકાર ભ્રષ્ટાચારના આરોપીઓને બચાવવામાં લાગેલી છે.

આંધ્ર પ્રદેશના લોકો પીડામાં છે અને ન્યાય માટે લડી રહ્યા છે. પરંતુ મોદી સરકાર એમની કોઈ મદદ નથી કરી રહી.

ચૂંટણી દરમિયાન આંધ્રને આપવામાં આવેલા વચનો ભાજપે પુરા કર્યા નથી. આનો સબક આવનારી ચૂંટણીઓ માં મળશે.

આંધ્ર પ્રદેશની હાલત બુન્દેલખંડથી પણ ખરાબ છે. બુંદેલખંડમાં 4 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિની આવક છે. જયારે આંધ્રમાં 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ આવક છે.

એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશ સાથે ભેદભાવ કરી રહી છે. આંધ્ર પ્રદેશમાં ભાજપના હાલ કોંગ્રેસ જેવા જ છે. અમે મોદી સરકારને ધમકી નહિ શ્રાપ આપી રહ્યા છીએ.

સાંસદ ગલ્લાએ કહ્યું કે પીએમ મોદીએ ના ખાઈશ ના ખાવા દઈશ નું વચન આપ્યું હતું. પરંતુ સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે.

ગલ્લાએ કહ્યું કે મોદી સરકાર દરમિયાન પડકારો પેદા થયા છે. આંધ્રના સવાલ પર દેશની સરકારમાં અવિશ્વાસ છે.

આ દરમિયાન એમણે કહ્યું કે તેલંગાણા નહિ આંધ્ર પ્રદેશ નવું રાજ્ય છે. જણાવી દઈએ કે ટીડીપીને બોલવા માટે 13 મિનિટ મળ્યા હતા પરંતુ ટીડીપી સાંસદ લગભગ 40 મિનિટ બોલ્યા હતા.