Not Set/ ટ્રેન સેવા શરૂ થયા બાદ કોરોના સંક્રમણનાં કેસમાં 106 ટકાની જોવા મળી વૃદ્ધિ

દેશમાં કોરોના વાયરસ ચેપનું જોખમ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને રોજ નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. ચેપને કારણે દેશ બે મહિનાથી વધુ સમયથી લોકડાઉન હેઠળ છે. પરંતુ લોકડાઉન-4 માં તમામ કામ ધીરે ધીરે શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનોનું સંચાલન પણ શરૂ કરાયું છે. દેશમાં ટ્રેનની આંશિક […]

India

દેશમાં કોરોના વાયરસ ચેપનું જોખમ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને રોજ નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. ચેપને કારણે દેશ બે મહિનાથી વધુ સમયથી લોકડાઉન હેઠળ છે. પરંતુ લોકડાઉન-4 માં તમામ કામ ધીરે ધીરે શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનોનું સંચાલન પણ શરૂ કરાયું છે. દેશમાં ટ્રેનની આંશિક કામગીરી 12 મે થી શરૂ થઈ છે. જો કે ટ્રેનોનાં સંચાલન પછી કોરોના વાયરસનાં ચેપનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેનો શરૂ થવાને કારણે સંક્રમણમાં લગભગ 105.5 ટકાનો વધારો થયો છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, 12 મે થી 26 મે ની વચ્ચે, ભારતમાં કોરોના વાયરસનાં 68,089 નવા કેસ નોંધાયા છે. ભારતમાં 12 મે નાં રોજ કોરોના ચેપનાં કુલ કેસ 74,624 હતા, જે 25 મે નાં રોજ વધીને 1,45,380 થઈ ગયા છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસનાં ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહી 12 મે થી 25 મે ની વચ્ચે ચેપમાં 125.1 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં કુલ 52,667 કોરોના દર્દીઓ છે, જેમાંથી 29,266 દર્દીઓ ફક્ત 12 મે થી 26 મે દરમિયાન બહાર આવ્યા છે. દેશની રાજધાનીમાં પણ કોરોના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. છેલ્લા 15 દિવસમાં દિલ્હીમાં 6,820 નવા કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.