Not Set/ સંભવીત વાવાઝોડાએ જૂનાગઢનાં માંગરોળ જેટીની પોલંપોલ પાડી ખુલ્લી, તંત્ર થયું દોડતું…

ગુજરાતનાં દરિયાકાંઠા હિકાની હાક વર્તાઇ રહી છે. સંભવીત વાવાઝોડાનાં પગલે તંત્ર સાબદુ થયુ છે કે સફાળુ જાગ્યું છે તે જૂનાગઢનાં માંગરોળ શહેરની જેટી(બંદર)નાં કિસ્સામાં નક્કી કરવું તંત્ર માટે પણ મુશ્કેલ બન્યું છે. સામાન્ય દિવસોમાં પણ ચોમાસાનાં આગમન પૂર્વેનાં મહિના બે મહિના પૂર્વે જ કોઇ પણ બંદર ચોમાસાનાં આગમનની તૈયારી કરી લેતું હોય છે. પરંતુ માંગરોળમાં તંત્ર ઉંઘતું ઝડપાયા જેવો […]

Gujarat Others

ગુજરાતનાં દરિયાકાંઠા હિકાની હાક વર્તાઇ રહી છે. સંભવીત વાવાઝોડાનાં પગલે તંત્ર સાબદુ થયુ છે કે સફાળુ જાગ્યું છે તે જૂનાગઢનાં માંગરોળ શહેરની જેટી(બંદર)નાં કિસ્સામાં નક્કી કરવું તંત્ર માટે પણ મુશ્કેલ બન્યું છે. સામાન્ય દિવસોમાં પણ ચોમાસાનાં આગમન પૂર્વેનાં મહિના બે મહિના પૂર્વે જ કોઇ પણ બંદર ચોમાસાનાં આગમનની તૈયારી કરી લેતું હોય છે. પરંતુ માંગરોળમાં તંત્ર ઉંઘતું ઝડપાયા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. 

જી હા, જૂનાગઢ જીલ્લાનું માંગરોળ(વેરાવળ) શહેર માછીમારી સાથે સંકળાયેલું જગત વિખ્યાત બંદર છે. જૂનાગઢનાં માંગરોળમાં વાવાઝોડાની આગાહીને લઇને તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવેલ વાવાઝોડાથી માંગરોળ બંદર પર આવેલી જેટીમાં કરોડોનું નુકસાન થયું હતું. ફરી એજ મામલાનું પુનરાવર્તન ન થાય તેને લઇ બંદર પર જેટી પરના ટેટ્રાપોલ(બોલાર્ડ) લગાવવામાં આવી રહ્યા છે. એક તરફ નવી જેટીનું કામ ચાલુ છે, પરંતુ જૂની જેટીની હાલત અત્યારે ખૂબ નબળી છે. જો તાત્કાલિક જૂની જેટીનું સમારકામ નહિ કરવામાં આવે તો માછીમારોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ત્યારે વાવાઝોડાનાં નામે ચરી ખાવાનો પ્રયાસ કરતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 

શું નવી જેટી બને છે અને જૂની પતી ગઇ છે, એવી હકીકતોની તંત્રને પહેલાથી જ ખબર ન હોતી ??? અત્યારે અચાનક કેમ જાગ્યું છે તંત્ર?? શું વાવાઝોડું ન પણ આવ્યું હોત, તો ચોમાસાનાં હાઇ સ્વેલીંગ સમયમાં માછીમારોને મુશ્કેલીઓ ન પડત?? શું આટલી ઝડપથી બની જવાની હતી જેટી?? પ્રિમોન્સુનનાં નામે તંત્રએ શું તૈયારીઓ કરી ??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….