Not Set/ UNLOCK 1.0/  એક જૂનથી 30 જૂન સુધી લોકડાઉન 5.0, ક્યાં શું ખુલશે અને શું રહેશે બંધ…?

કોરોના વાયરસથી નિપટવા માટે દેશમાં ફરી એક વખત કેન્દ્ર સરકારે લૉકડાઉન 5.0 લાગુ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે. અનલૉક 1 માટે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચરણબદ્ધ રીતે છૂટ આપવામાં આવશે. હાલ તેમાં પ્રતિબંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર […]

India

કોરોના વાયરસથી નિપટવા માટે દેશમાં ફરી એક વખત કેન્દ્ર સરકારે લૉકડાઉન 5.0 લાગુ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે. અનલૉક 1 માટે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચરણબદ્ધ રીતે છૂટ આપવામાં આવશે. હાલ તેમાં પ્રતિબંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર પૂરી રીતે છૂટ રહેશે. રાત્રે 9 થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા 144 જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે.

પહેલા તબક્કામાં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

બીજા તબક્કામાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને ખોલવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને જે તે શૈક્ષણિક સંસ્થાઓ અને માતાપિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પ્રત્યુતર પરથી આ સંસ્થાઓ ક્યારે ખોલવી તેનો નિર્ણય જુલાઈ 2020માં લેવાશે. આ માટે પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય SOP મોકલશે.

ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન:

દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.