PM Modi Greets on Bakrid 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અઝહા (બકરીઇદ-Bakrid) ના પવિત્ર અવસર પર દેશવાસીઓને હાર્દિક અપીલ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ! ઈશ્વર કરે કે આ અવસર આપણા સમાજમાં ભાઈચારે અને ખુશીઓની ભાવનાને વધુ ઊંડી કરે. તમામની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.” આજે દેશભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે બકરીઇદની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ શહેરોની મસ્જિદોમાં નમાઝ અદા કરાઈ છે. તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.
Eid ul-Adha greetings! May this occasion deepen the spirit of brotherhood and happiness in our society. Praying for everyone’s success and good health.
— Narendra Modi (@narendramodi) May 28, 2026
પીએમ મોદીએ Bakrid શુભેચ્છા પાઠવી
બકરીઇદની શુભેચ્છા પાઠવવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન નેતા એન. ટી. રામા રાવ (NTR ગારૂ) ને તેમની જયંતિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, જનકલ્યાણ અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમજ સિનેમા જગતમાં તેમનું યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. આંધ્રપ્રદેશની એનડીએ (NDA) સરકાર તેમના સપનાઓને સાકાર કરવા કટિબદ્ધ છે.
આ ઉપરાંત પીએમ મોદીએ મહાન ક્રાંતિકારી અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક વીર સાવરકરજીને પણ તેમની જયંતિ પર સાદર નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વીરતા અને બૌદ્ધિકતાથી ભરેલું સાવરકરજીનું વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને હંમેશા પ્રેરણા આપતું રહેશે.
આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન
આ પણ વાંચો: કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો નિર્ણય, બકરીઈદ પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ
આ પણ વાંચો: અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદમાં અસામાજિક તત્વોનો આતંક
