Not Set/ IND vs NZ 2nd T-20/ ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઇડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાશે. જ્યા ન્યૂઝીલેન્ડ કેપ્ટને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. New Zealand have won the toss and they will bat first in the 2nd T20I.#NZvIND pic.twitter.com/bd8Xnn6fgU — BCCI (@BCCI) January 26, 2020 ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટી-20 […]

Top Stories Sports

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઇડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાશે. જ્યા ન્યૂઝીલેન્ડ કેપ્ટને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટી-20 મેચમાં ચાહકો માટે ખુશખબરી છે. રવિવારે ઓકલેન્ડમાં વરસાદની સંભાવના નથી. આખો દિવસ આકાશમાં તડકો રહેશે, જોકે સમય જતા હવામાનનો મિઝાજ બદલાઇ શકે છે. સાંજે આકાશમાં વાદળો છવાઈ શકે છે, પરંતુ વરસાદની સંભાવના નથી. તાપમાન 19 થી 24 ડિગ્રી રહેવાની સંભાવના છે.

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી મેચમાં યજમાનોને છ વિકેટે હરાવ્યા હતા. ભારત હવે શ્રેણીમાં 1-0 થી આગળ છે અને આ મેચમાં જીત મેળવી તેની લીડને મજબૂત બનાવા મેદાનમાં ઉતરશે.

પાંચ મેચની સીરીઝમાં ભારતે 1-0 ની લીડ પહેલા જ મેળવી લીધી છે. ત્યારે આ જીતને આજે પણ ચાલુ રાખવા ટીમ ઈન્ડિયા મેદાનમાં પોતાનો દમખમ બતાવશે.

ભારત:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ,  જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ:

કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન મુનરો, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેંટનર, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), ઈશ સોઢી,  બ્લેર ટિકનેર, ટિમ સાઉદી, હામિશ બેનેટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.