શિવસેનાનાં નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સ્વાગત માટે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં યોજાયેલ કાર્યક્ર્મ ગુજરાતમાં અને પછી મુંબઈ અને દિલ્હીમાં કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે, જેમાં ટ્રમ્પનાં પ્રતિનિધિ મંડળનાં કેટલાક સભ્યોએ ભાગ લીધો હતો. રાઉતે કેન્દ્ર સરકારની પણ ટીકા કરતા કહ્યું હતું કે, લોકડાઉન કોઈપણ યોજના વિના અમલમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ હવે તેને હટાવવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવામાં આવી છે.
શિવસેનાનાં સાંસદે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારને સત્તામાં લાવવાનાં તમામ પ્રયાસો છતાં ભાજપને મહા વિકાસ અઘાડી સરકારને કોઈ ખતરો નથી કેમ કે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મજબૂરી છે. શિવસેનાનાં મુખપત્ર ‘સામના‘ માં તેની સાપ્તાહિક સ્તંભમાં રાઉતે કહ્યું, “અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સ્વાગતમાં એકત્રિત જનસમૂહનાં કારણે ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાયો તે વાતને નકારી શકાય નહીં. ટ્રમ્પની સાથે આવેલા પ્રતિનિધિ મંડળનાં કેટલાક સભ્યો મુંબઇ, દિલ્હી પણ ગયા હતા, જેના કારણે વાયરસ ફેલાયો હતો.
ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક રોડ-શો માં ભાગ લીધો હતો જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. બંને નેતાઓએ મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રોડ શો બાદ એક લાખથી વધુ લોકોને સંબોધન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
