ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહત ના સમાચાર આવી ગયા છે. 25 જૂન થી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. હવે ગુજરાત યુનિનાં એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા 10 જુલાઈ બાદ લેવામાં આવશે. કોરોનાના અવિરત રીતે વધતા કહેરના કારણે પરીક્ષા પાછી ઠેલવાઈ હોવાનું જાહેર કરવામા આવ્યું છે. 10 જુલાઈ બાદ લેવામાં આવનારી પરીક્ષા બે તબક્કામાં યોજાનાર છે. પરીક્ષા ની શરૂઆત 10 જુલાઈ બાદ થશે. જો કે, પરીક્ષા ની ફાઇનલ તારીખો મામલે નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાશે. પરંતુ તે વાત ચોક્કસ સ્પષ્ટ છે કે, હાલ 25 જૂનએ લેનાર પરીક્ષાને આગામી 10 જૂલાઇ સુધી મુલત્વી રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
