Not Set/ ખેડાની સિવિલ હોસ્પિટલમાં બ્રધરને કોરોના પોઝિટિવ, તંત્ર થયુ દોડતું

ખેડાની સિવિલ હોસ્પિટલમાં બ્રધરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડાની સિવિલ હોસ્પિટલનાં બ્રધર અમદાવાદના ડેન્ટિસ્ટ ડોકટરના સંપર્કમાં આવ્યા હોવાનો અને તેના કારણે જ કોરોના સંક્રમિત થયાનું સામે આવી રહ્યું છે.  ઉપરોક્ત વિગતો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આરોગ્યની ટીમ નડિઆદનાં ખોડિયાર ગરનાળા પહોંચી હતી. આરોગ્ય ટીમ દ્વારા […]

Gujarat Others

ખેડાની સિવિલ હોસ્પિટલમાં બ્રધરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડાની સિવિલ હોસ્પિટલનાં બ્રધર અમદાવાદના ડેન્ટિસ્ટ ડોકટરના સંપર્કમાં આવ્યા હોવાનો અને તેના કારણે જ કોરોના સંક્રમિત થયાનું સામે આવી રહ્યું છે. 

ઉપરોક્ત વિગતો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આરોગ્યની ટીમ નડિઆદનાં ખોડિયાર ગરનાળા પહોંચી હતી. આરોગ્ય ટીમ દ્વારા કોરના પોઝિટિવ યુવકને નડીઆદ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ખસેડાયો છે. 

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 70 થઇ ગયો છે. જો કે, અત્યાર સુધી 55 સ્વસ્થ પણ થયા છે. પરંતુ સાથે સાથે 5 લોકોનાં અત્યાર સુધીમાં જીલ્લામાંથી મોત પણ નિપજ્યા છે. હાલ જીલ્લામાં 10 લોકો કોરોના પોઝિટિવનાં એકટીવ કેસ હેય તમામ સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….