Not Set/ લોકડાઉનમાં મહેન્દ્રસિંહ ધોનીએ ચલાવ્યું ટ્રેક્ટર, વિડીયો વાયરલ

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન કૂલ ધોનીને કાર અને બાઈકમાં તમે ખૂબ જોયા હશે પરંતુ હવે તે આ લોકડાઉનમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકડાઉનને કારણે, એમએસ ધોની તેના ઘરે છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. પરંતુ તેની પત્ની સાક્ષી તેના ઘણા વિડીયો પોસ્ટ કરતી રહે છે. […]

Uncategorized

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન કૂલ ધોનીને કાર અને બાઈકમાં તમે ખૂબ જોયા હશે પરંતુ હવે તે આ લોકડાઉનમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકડાઉનને કારણે, એમએસ ધોની તેના ઘરે છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. પરંતુ તેની પત્ની સાક્ષી તેના ઘણા વિડીયો પોસ્ટ કરતી રહે છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ધોનીની ઘણી ક્ષણો શેર કરે છે.

આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની ખૂબ જ ખાસ પળો શેર કરી છે. ધોનીએ આ લોકડાઉનમાં એક નવું ટ્રેક્ટર ખરીદ્યું છે. જેના પર તે સવારી કરતો જોવા મળ્યો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો ધોનીને ટ્રેક્ટર ચલાવતા જોઇ ઉત્સાહિત થઈ ગયા હતા. અગાઉ ધોની તેની મોંઘી કાર અને એસયુવી ચલાવતો હતો. આપને જણાવી દઇએ કે, માહી પાસે ઉત્તમ સુપર બાઇક અને કારોનું એક મહાન સંગ્રહ છે, જો કે ટ્રેક્ટર ચલાવ્યા પછી પણ ધોનીએ દરેકનું દિલ જીતી લીધું છે.

વિડીયોમાં જોઇ શકાય છે કે ધોની તેના ફાર્મહાઉસમાં ટ્રેક્ટર ટ્રાયલ લઈ રહ્યો છે. વળી તેની નજીક એક વ્યક્તિ બેઠો છે જે તેને ગાડી વિશે જણાવી રહ્યો છે અને તેને માર્ગદર્શન આપી રહ્યો છે. જ્યારે ધોનીએ હસતા હસતા ઝડપથી ટ્રેક્ટર ચલાવ્યું ત્યારે નજીકમાં બેઠેલો વ્યક્તિ અચાનક ગભરાઈ ગયો અને તેણે ટ્રેક્ટરને જોરથી પકડી લીધુ. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ વિડીયો પોસ્ટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.