Not Set/ હોલીવુડ ફીલ્મ “MI-6” સામે ન જામ્યો સંજયની “ગેંગસ્ટર ગિરી” નો રંગ, સ્ક્રીન પર MI-6 છવાઈ

  હોલીવુડ સુપર સ્ટાર ટોમ ક્રુઝની એક્શનથી ભરપૂર ફિલ્મ “મિશન ઇમ્પોસિબલ-ફોલઆઉટ” ના રિલીઝ સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ભારે નકારાત્મક અસર પડી છે. શુક્રવારે ટોમ ક્રુઝની ફિલ્મના ખાતામાં 9.25 કરોડ રૂપિયા આવ્યા, જયારે શનિવારના રોજ આ રકમમાં 30-40 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બોક્સ ઓફિસ ઇન્ડિયાના મળેલા આંકડા મુજબ “મિશન ઇમ્પોસિબલ-ફોલ આઉટ” એ શનિવારે […]

Uncategorized

 

હોલીવુડ સુપર સ્ટાર ટોમ ક્રુઝની એક્શનથી ભરપૂર ફિલ્મ “મિશન ઇમ્પોસિબલ-ફોલઆઉટ” ના રિલીઝ સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ભારે નકારાત્મક અસર પડી છે. શુક્રવારે ટોમ ક્રુઝની ફિલ્મના ખાતામાં 9.25 કરોડ રૂપિયા આવ્યા, જયારે શનિવારના રોજ આ રકમમાં 30-40 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

બોક્સ ઓફિસ ઇન્ડિયાના મળેલા આંકડા મુજબ “મિશન ઇમ્પોસિબલ-ફોલ આઉટ” એ શનિવારે 12.75 કરોડની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટોમ ક્રુઝની ફિલ્મ સાથે શુક્રવારે “સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3” અને “નવાબજાદે” પણ રિલીઝ થઇ હતી, જયારે આ બંને ફિલ્મો પર ક્રુઝની ફિલ્મ સારી નીવડી હતી.

સંજય દત્ત સ્ટારર ફિલ્મ “સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3” ફિલ્મી પરદા પર ફ્લોપ જણાઈ રહી છે. શુક્રવારે 1.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાવાળી આ ફિલ્મે શનિવારે કુલ 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

જયારે વાત કરીએ તો આ બંને ફિલ્મોમાં સાહેબ બીવી ઔર ગેંગસ્ટરનું માત્ર 3.75 કરોડમાં જ દિવાળીયું નીકળી ગયું હતું.

જયારે “નવાબઝાદે” ફિલ્મ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ ગઈ હતી. “નવાબઝાદે” એ શનિવાર સુધીમાં માત્ર 1.10 કરોડની જ કમાણી કરી શકી હતી.