Not Set/ કેવી રહેશે આપની 5/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 5 જૂન 2020, શુક્રવાર)  –    અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  કોઈ વડીલ વ્યક્તિ અથવા કોઈ વડીલ […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 5 જૂન 2020, શુક્રવાર) 
–    અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)
(મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) –  કોઈ વડીલ વ્યક્તિ અથવા કોઈ વડીલ સંત સાથે તમારો સંવાદ થાય. આજે ધન સંબંધી કાર્યો રહેશે અથવા તમારું કોઈ અટક્યું કાર્ય હોય તે સંબંધી તમારા વિચારો વધુ રહી શકે છે. બપોર પછીનો સમય થોડો વધુ મનોવ્યથાવાળો રહી શકે છે પણ તમારે તમારા વિચારો બિલકુલ સ્પષ્ટ રાખવા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* વૃષભ (બ,વ,ઉ) – આજે વિચારો બદલાશે. તમારું ધાર્યું ન થાય અથવા તમને છેતરાયાનો અહેસાસ પણ થઈ શકે છે. આજે તમારા સંબંધો થોડી નબળા પડી શકે છે. કોઈપણ બાબતનું તમારે બહુ દુઃખ ન લગાડવું. તમારે ન્યાયીક કાર્યો કરી ઈશ્વરની કૃપા મેળવવાની રહેશે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* મિથુન (ક,છ,ઘ) – કોઈક વગર વિચાર્યું કાર્ય આજે તકલીફ આપી શકે છે. તમારે પ્રમાણિક રહેવું પડશે. જોયા-સમજ્યા વિના લીધેલો નિર્ણય આજે તમને તકલીફ આપી શકે છે. ખાંસી-શરદી જેવા રોગથી આજે તમારે વિશેષ સાવધાની રાખવી. ઠંડા પીણાનો ત્યાગ કરજો અને આરોગ્ય માટે વધુ સજાગ રહેજો અને ધનખર્ચનું આયોજન કરવાનું ચૂકતા નહીં.
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  જૂના અટકેલા કાર્યો આજે ઉકલી શકે છે. તમારી દ્વિધાનું આજે મોટાભાગે સમાધાન થાય તેવું પણ જણાય છે. તમારે થોડા એક્ટીવ થવું પડશે. સ્ત્રી પાત્રો તરફથી આજે તમને લાભ થઈ શકે છે. માતા સાથે આજે તમને સ્હેજ વધારે સુમેળ થશે અને દિવસ પ્રેમમય વિતશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય 
* સિંહ (મ,ટ) – આજે લાગણીના પ્રસંગો બની શકે છે. પરદેશથી આજે તમને ધનલાભ થઈ શકે છે. નવા સમાચાર પણ મળી શકે છે. કોઈ કોર્ટકચેરીના કાર્યો ચાલતા હશે તો તેમાં આજે હકારાત્મક સમાચાર મળી શકે છે. કોઈ વૈભવી અને સમૃદ્ધ વ્યક્તિ સાથે મુલાકાતનો અવસર મળી શકે છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* કન્યા (પ,ઠ,ણ) – તમને કાર્યમાં નવી આશાનું કિરણ દેખાય પણ અતિ ઉત્સાહમાં તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. થોડું વિચારજો. પેલી જૂની કહેવાત યાદ રાખજો કે, પીળું એટલે સોનું નહીં સમજવાનું તેની પરખ કરવી પડે. ઉત્સાહમાં કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય તેવું બને પણ સાવધાની અને ચેતવણી બેઉને તમારે લક્ષમાં લેવી પડશે. 
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – આકસ્મિક ધન પ્રાપ્તિના અવસરો રચાઈ શકે છે. તમને વારસાઈ ધન પ્રાપ્તિના અવસરો પણ રચાયા છે. મિત્રો તેમજ સગા-સંબંધીઓની મદદ તમને આજે મળી શકે છે. પરદેશ જવાના સંબંધમાં જો તમે પ્રયત્નશીલ હોવ તો આજે સ્હેજ વધારે પ્રયત્ન કરજો. સ્થાનાંતર અથવા ટૂંકા પ્રવાસની શક્યતા આજે તમારી રાશિમાં રચાયેલી છે.
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – ઘર સંબંધી કાર્યો આજે વેગ પકડે તેવું જણાય છે. કદાચ, તમને નવું વાહન વસાવવાની પણ ઇચ્છા થાય. જો તમે પરદેશ જવા માટે પ્રયત્ન કરતા હશો તો આજે તે દિશામાં પ્રગતિ થતી જણાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* ધન (ભ,ધ,ફ,ઢ) – આજે જુદા જુદા અનેક કાર્યો કરવા પડે. આજે તમારે ઘર અને બહારના કાર્યોમાં બરાબર સંતુલન રાખવું પડશે. થોડો પ્રયત્ન વધુ થાય, તમારું મન આજે થોડું વિચલીત પણ થઈ શકે છે માટે તમારે મજબૂત મનોબળ રાખવાનું રહેશે. ગમે તેવી સંજોગોમાં પણ તમે કાર્યને સિદ્ધ કરવાનો માર્ગ શોધી શકશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* મકર (ખ,જ) –  ધન સંબંધી કાર્યો અથવા વેપાર સંબંધી કાર્યોને સફળ બનાવવા માટે તમારે આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે. તમે ઇચ્છો તે બધુ જ તમને મળી જાય તે સંભવ નથી. આપણે સાંભળતા આવ્યા છે કે, ગુલાબની સાથે કાંટા પણ હોય છે જ… એ ઊક્તિનો અનુભવ આજે તમને થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* કુંભ (ગ,શ,સ,ષ) –  ધર્મ કાર્યો થાય. તમારું કોઈ અટક્યું કાર્ય હોય તો તે આજે પૂર્ણ થતું જણાય છે. વેપાર અથવા નોકરીમાં તમને વિશેષ લાભ મળે અને આનંદનું વાતાવરણ સર્જાય તેવું પણ દર્શાવે છે. સૂક્ષ્મ આયોજનથી કરેલા કાર્યોમાં આજે તમને વિશેષ સફળતા મળે.  

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* મિન (દ,ચ,ઝ,થ) – આજે જો કોઈ ઉપરી અધિકારી સાથે કાર્ય અટક્યું હશે તો તેમાં આજે નિરાકરણ આવી શકે છે. ધન સંબંધી કાર્યો આજે સફળ થવાના નિર્દેશો મળી રહ્યા છે. જીવનસાથી સાથે તમારે સુમેળ રાખવાની આવશ્યકતા દેખાય છે. વેપારી મિત્રોએ ખોટી ચિંતા ન કરવી સૌ શુભ થશે તેવા વિચાર સાથે શુભકાર્ય કરવા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરવી તેમજ ભૂદેવીની પૂજા કરવી.
* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.