મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બંને મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. ૪-૪ લાખની મુખ્યમંત્રી રાહતનિધિમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો પણ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા. વિજયભાઇ રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા સ્વ.ભુપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વિરડા એમ બે મૃતકોના પરિવાર ને રૂ.૪-૪ લાખ મળી કુલ ૮ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચુકવવાની સૂચના પણ આજે જિલ્લા કલેકટરને આપી છે.
આપને જણાવી દઇએ કે, ગઇકાલે ગોંડલ – રાજકોટ – અમદાવાદ, નેશનલ હાઇવ 8 પર રાજકોટની આજીડેમ ચોકડી પર આવેલ ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થવાથી ગમખ્વાર દુર્ધટના સર્જાઇ હતી. દુર્ધટના સમયે દુર્ભાગ્યે સ્થળ પર હાજર ઉપરોક્ત બને યુવાનોએ પોતાનાં જીવ ખોયા હતા. આ બ્રીજ આમતો વર્ષો જૂૂનો છે અને વરસાદનાં કારણે અને બ્રીજની ઉંચાઇનાં કારણે દિવાલ ધરાશાયી થઇ હોવાનું સામે આવી રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
