Not Set/ એકતા કપૂરના સમર્થનમાં આગળ આવ્યા મેજર મોહમ્મદ અલી શાહ…

એકતા કપૂર માટે વિવાદનાં રણમાં સમર્થન રુપી મીઠી વીરડી મળી ગઇ હોય તેવા મીઠા સમાચાર આવી રહ્યા છે. જી હા, વેબ સિરીઝમાં સેના અને સેનાનાં ગણવેશને લઇને જાગેલા વિવાદમાં એકતા કપૂરનાં સમર્થનમાં મેજર મોહમ્મદ અલી શાહ આગળ આવ્યા છે.  આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા નિર્માતા એકતા કપૂરને તેની વેબ સીરીઝના કેટલાક દ્રશ્યોનાં કારણે સોશિયલ મીડિયા પર […]

Uncategorized

એકતા કપૂર માટે વિવાદનાં રણમાં સમર્થન રુપી મીઠી વીરડી મળી ગઇ હોય તેવા મીઠા સમાચાર આવી રહ્યા છે. જી હા, વેબ સિરીઝમાં સેના અને સેનાનાં ગણવેશને લઇને જાગેલા વિવાદમાં એકતા કપૂરનાં સમર્થનમાં મેજર મોહમ્મદ અલી શાહ આગળ આવ્યા છે. 

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા નિર્માતા એકતા કપૂરને તેની વેબ સીરીઝના કેટલાક દ્રશ્યોનાં કારણે સોશિયલ મીડિયા પર જાનથી મારી નખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી હતી. જો કે આ વિવાદીત દ્રશ્યોને એકતા દ્વારા બાદમાં તે સિરીઝમાંથી દૂર કરવામાં આવ્યા હતા. સાલીનતા દેખાડતા અને આટલી બધી ધમકીઓ મળવા છતાં, એકતા કપૂરે જાણ્યે – અજાણ્યે લોકોની લાગણી દુભાવા બદલ માફી પણ માંગી હતી.

જો કે, તાજેતરમાં, આંતર રાષ્ટ્રીય પ્રમુખ અને સંરક્ષણ વિશેષજ્ઞ મેજર મોહમ્મદ અલી શાહ, જે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી પણ છે, તેમણે એકતા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. અને લોકોને વિનંતી કરી છે કે “ગરિમામાં રહીને વિરોધ કરો”. તેણે એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે વિવિધ સોશિયલ મીડિયા ચેનલો પર આ મુદ્દાને સંબોધિત કરી રહ્યો છે.

જુઓ મેજર દ્વારા અપલોડ કરવામાં આવેલો એકતાનાં સમર્થનનો આ વીડિયો….. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews