Not Set/ સુરત/ કોરોનાએ લીધો વધુ ચાર લોકોનો ભોગ, મૃત્યુઆંક પહોંચ્યો…..

 સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકામાં કોરોના સુરત સિટીના સગરામપુરા, વેડ રોડ, પીપલોદ અને નાનપુરાના 4 જણાને ભરખી જતા સિટીનો કુલ મૃત્યાંક 91 પર પહોંચ્યો છે.  આપને જણાવી દઈએ કે સુરત સિટીમાં આજે […]

Gujarat Surat

 સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકામાં કોરોના સુરત સિટીના સગરામપુરા, વેડ રોડ, પીપલોદ અને નાનપુરાના 4 જણાને ભરખી જતા સિટીનો કુલ મૃત્યાંક 91 પર પહોંચ્યો છે. 

આપને જણાવી દઈએ કે સુરત સિટીમાં આજે કોરોનાના 72 કેસ સામે આવ્યા છે. જેમાં 2 નવી સિવિલ હોસ્પિટલલના ડૉક્ટર, ઉમરવાડા અર્બન હેલ્થ સેન્ટરના પ્યુન પણ સંક્રમિત થયા છે. આ ઉપરાંત ઉત્રાણની ગજેરા સ્કુલની ટીચર, રેલવે સ્ટેશન સ્થિત પાનના ગલ્લા માલિક, અડાજણ વિસ્તારનો આર્કિટેક્ટ, પીઠાવાલા કોલેજમાં ઝેરોક્ષ શોપ ચલાવનાર, વેડ રોડનો દુકાનદાર, ટેક્સટાઇલ માર્કેટનો ઉઘરાણી કલાર્ક, વેસુ વીઆઇપી રોડનો એલઇડી લાઇટનો વેપારી અને ટ્રીડન્ટ ફાર્માનો એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.  તો આ દરમિયાન 34 લોકોના મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 370 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 21,554 પર પહોંચી છે. તો અત્યાર સુધી કુલ 1347 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 14743 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….