દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જે આંકડો હવે 10 હજાર પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ખરાબ બની રહી છે. આપને જણાવી દઇએ કે, સીએમઓ મહારાષ્ટ્રએ આજે એક માહિતી આપી છે, જેમા કહ્યુ છે કે, રાજ્યમાં ફરીથી કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે નહીં.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે લોકો ગમે ત્યાં ભીડ ન લગાવે અને સરકારે આપેલી સૂચનાનું પાલન કરે. ઠાકરેએ ટ્વિટર પર પણ આ વિશે માહિતી આપી હતી. નોંધપાત્ર વાત એ છે કે, આજે વહેલી તકે દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને સ્પષ્ટ કર્યું હતુ કે દિલ્હીમાં લોકડાઉનને વધારવામાં આવશે નહીં. પત્રકાર પરિષદ દરમિયાન મીડિયા કર્મચારીઓ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાજધાનીમાં લોકડાઉનને ફરી વધારવામાં આવશે અથવા તે કરવા અંગે કોઈ ચર્ચા થઈ રહી છે, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ના, લોકડાઉન વધારવામાં આવશે નહીં. જણાવી દઇએ કે દિલ્હીમાં કોરોના બેકાબૂ બન્યો છે.
Lockdown will not be re-announced. Chief Minister Uddhav Balasaheb Thackeray has requested and appealed to the people not to crowd anywhere and follow the instructions given by the government: CMO Maharashtra pic.twitter.com/LEsMCdV44N
— ANI (@ANI) June 12, 2020
કોરોના વાયરસને આ સદીની સૌથી મોટી આપદા ગણાવતા આરોગ્યમંત્રીએ ગુરુવારે કહ્યું હતું કે, આ યુદ્ધ જેવી સ્થિતિ છે અને દિલ્હી સરકાર જરૂરિયાતોની પૂર્તિ માટે અને ડોકટરો સાથે તબીબી કર્મચારીઓને પોતાની સાથે લાવવા માટે તમામ પ્રયત્નો કરશે. તેમણે કહ્યું કે, આ પહેલા 1918 માં વિશ્વમાં સ્પેનિશ ફ્લૂ જોવા મળ્યો હતો જે 1920 સુધી ચાલ્યો હતો. કોરોના વાયરસ એ આ સદીની સૌથી મોટી આપદા છે. જો કે તાજેતરમાં લોકડાઉનને હટાવ્યા બાદથી દેશમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
