નવી દિલ્હી,
રામ મંદિરના નિર્માણ મુદ્દે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાના મુદ્દે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પોતાના નિવેદનના ગણતરીના કલાકોમાં જ યુ-ટર્ન લઈ લીધો છે.
તેઓએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “તેઓના નિવેદનનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો છે. કોંગ્રેસને બદલવું અને તેને સમર્થન આપવું એક હાઈપોથેટિકલ સવાલ છે. જો કોંગ્રેસ પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિરનો સમાવેશ કરે છે તો સ્વાગત છે પરંતુ તેઓને સમર્થન આપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી”.
ભારતીય જનતા પાર્ટી અંગે જણાવતા આલોક કુમારે કહ્યું, “અમે બધા આ મામલે ભાજપને જ યોગ્ય માનીએ છીએ, પરંતુ રામ મંદિરના મુદ્દે અમને ભાજપ તરફથી નિરાશા મળી છે”.
VHP કરશે કોંગ્રેસનું સમર્થન
આ પહેલા શનિવારે રામ મંદિરને લઈ VHPના કાર્યકારી અધ્યક્ષે કહ્યું હતું કે, “કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિરનો મુદ્દો શામેલ કરે છે, તો તો VHP પાર્ટીને સમર્થન આપવા માટે વિચારી શકે છે”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિર માટે જેઓએ સ્પષ્ટપણે વાયદો કર્યો છે, તે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીના ઘોષણાપત્રમાં આ મુદ્દો શામેલ કરે છે તો અમે તે અંગે વિચાર કરીશું. તેઓએ જે પ્રતિબંધ લગાવ્યો છે કે સંઘના સ્વયંસેવક કોંગ્રેસમાં જઈ શકતા નથી તેને પાછો લેવો જોઈએ.
