Not Set/ કેવી રહેશે આપની 18 /06/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 18 જૂન 2020, ગુરૂવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી કાર્યો રહી શકે છે. સવારના સમયમાં મન […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 18 જૂન 2020, ગુરૂવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી કાર્યો રહી શકે છે. સવારના સમયમાં મન પૈસાના વિચારો હાવી થાય. મનોબળ તમારે ખૂબ જ મક્કમ રાખવું પડશે. કોઈપણ નકારાત્મક વિચારમાં વહી ન જતા. બપોર પછીનો સમય તમારા માટે થોડો આશાવાદી જણાશે. ઘર સંબંધી કાર્યોમાં કોઈ નવો હકારાત્મક વળાંક આવે અને પ્રવાસના યોગ પણ રચાય તેવી શક્યતા છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – આજે આરોગ્ય જાળવવાનું રહેશે. જો મનમાં આડાઅવળા વિચારો ઘૂસવા દેશો તો પરિસ્થિતિ થોડી વિકટ થઈ શકે માટે સાચવજો. જો તમે પરદેશ પ્રવાસ કરવાના હોવ તો તમારા માટે શુભ પરિસ્થિતિ હોઈ શકે છે. સંબંધોમાં તમે વધુ પ્રમાણિક અને સરળ થવું તમારા માટે લાભકારી પુરવાર થશે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન સંપત્તિ બાબતે તમને થોડો ડર સતાવી શકે છે. સૂર્યનું ભ્રમણ તમારે વિશેષ સાવધાનીપૂર્વક પૂર્ણ કરવાનું રહેશે. હાર્યો જુગારી બમણું રમે – આ કહેવત આપણા વડવાઓ કહેતા હતા. વાતનો ગૂઢાર્થ એટલો જ હતો કે આપણે આપણું મૂલ્યાંકન કરવાનું છે અને જ્યાં ખામી હોય તેને દૂર કરવાની છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  આનંદ પ્રમોદમાં દિવસ વીતી શકે છે. સ્ત્રી મિત્રોથી તમને વધારે લાભ મળી જાય. તમારા સંબંધો આજે થોડા વધારે મધુર બનશે. બધુ વ્યવસ્થિત હોવા છતાં તમે થોડા વ્યગ્ર રહેશો. તમે તમારી બુદ્ધિ તમારા કાર્યક્ષેત્રમાં ચલાવશો તો આજે વધુ લાભ મળતો જણાય છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – કાર્ય કરવાનું બળ તમને ખૂબ રહે. આજે જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે માટે, સાચવવું. વેપારમાં લાભ મળે. સામાન્યતઃ આજે કુંવારા જાતકો માટે પ્રેમ સંબંધ મજબૂત બનાવવાનો દિવસ છે. નોકરીયાત મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી માન-સન્માન મળે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – ધર્મ તરફ વલણ વધી જાય. જો તમારે કોઈ અભ્યાસમાં સફળતા મેળવવાની હશે તો હમણાં સારા યોગો ચાલી રહ્યા છે. ભગવાન તરફ તમારું મન વધુ ઢળે તેવું જણાય છે. ગૃહસ્થો સંતાન સંબંધી બાબતોનું આયોજન વિચારે તેવું જણાય છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – વેપારમાં લાભ મળી શકે છે. જે જાતકો સ્ત્રી ઉપયોગી ચીજવસ્તુઓ સાથે જોડાયેલો વેપાર કરતા હશે તેમના માટે લાભપૂર્ણ દિવસ રહી શકે છે. અચાનક ધનલાભ પણ નકારી નથી શકાતો.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – થોડી કંજૂસાઈ કરવાની ઇચ્છા થશે. તમારા કાર્યોમાં ચીવટ વધી જશે. ઘરમાં પણ તમે કરકસર કરવાની ઇચ્છા રાખશો. અચાનક ધન પ્રાપ્તિના અવસરો પણ રચાઈ શકે છે. ધર્મ તરફની રુચિ પણ વધતી જણાય છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – ઘર પરિવારના પ્રશ્નોમાં હજુ પણ રાહત મળતી જણાતી નથી. તમારે શિવજીની ઉપાસના સતત ચાલુ રાખવી. શિવજી તમને કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સામર્થિ ધરાવે છે માટે શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવી.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  તમારું કાર્ય થોડું લંબાય. તમારું મનોમંથન વધુ રહેશે. આજની તારીખે તમારે ભાષા ઉપર થોડો વધુ સંયમ રાખવો. જો તમે પરણિત હશો તો જીવનસાથી સાથે કભી ખુશી કભી ગમ જેવો માહોલ રચાય.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – ખોટા ગુસ્સાથી તમારે સાચવવું પડશે. ઝડપથી કાર્ય કરવું સારી બાબત છે પણ તેમાં છંછેડાઈ જશો તો વાત બગડી જશે માટે સાચવજો. આજે ન બોલ્યામાં નવ ગુણ છે આ કહેવત ઉપર સ્હેજ મનોમંથન કરશો તો આખી ય વાત સમજાઈ જશે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – નોકરીના સંદર્ભમાં આજે સારું કાર્ય થાય. જે પ્રશ્નો હોય તે ઉકેલવાની તમારી ઇચ્છા રહેશે. આજે તમને એવું લાગશે કે મોંઢા સુધી આવેલો કોળીયો આજે થોડો દૂર ધકેલાઈ ગયો.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  ગુરૂપદે બિરાજેલ સરળ અને સાદગીભર્યા ગુરૂને વંદન કરજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.