Not Set/ કુછ કુછ હોતા હૈ-2 બનશે તો કરણ જોહર આ સ્ટારને લેશે સિક્વલમાં 

મુંબઈ ફિલ્મ નિર્માતા કરણ જોહરનું કહેવું છે કે જો તેઓ ક્યારે પણ ‘કુછ કુછ હોતા હૈ 2’ બનાવશે તો તેઓ તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જહાનવી કપૂરને કાસ્ટ કરશે. આપને જણાવી દઈએ કે વર્ષ 1998માં આવેલ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી કરણ જોહરે તેમની ડાયરેક્ટર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની […]

Uncategorized

મુંબઈ

ફિલ્મ નિર્માતા કરણ જોહરનું કહેવું છે કે જો તેઓ ક્યારે પણ ‘કુછ કુછ હોતા હૈ 2’ બનાવશે તો તેઓ તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જહાનવી કપૂરને કાસ્ટ કરશે.

Image result for kuch kuch hota hai Ranbir Kapoor, Alia Bhatt, Jhanvi Kapoor

આપને જણાવી દઈએ કે વર્ષ 1998માં આવેલ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી કરણ જોહરે તેમની ડાયરેક્ટર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

Image result for kuch kuch hota hai Ranbir Kapoor, Alia Bhatt, Jhanvi Kapoor

ઈશ્ક 104.8 પર આવી રહેલો શો કોલિંગ કરણ સીઝન 2માં એક શ્રોતાએ તેમને કુછ કુછ હોતા હૈના રીમેકના વિશે પૂછ્યું હતું. સાથે સાથે એ પણ પૂછ્યું કે તેમાં તેઓ ક્યા એક્ટર/એક્ટ્રેસને આ ફિલ્મમાં લેશે.

Image result for kuch kuch hota hai Ranbir Kapoor, Alia Bhatt, Jhanvi Kapoor

કરણે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે જો હું કુછ કુછ હોતા હૈ 2 બનાવીશ તો હું તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જહાનવી કપૂરને કાસ્ટ કરીશ.

Image result for kuch kuch hota hai Jhanvi Kapoor

આલિયા ભટ્ટને બોલિવૂડમાં કરણ જોહરે તેમની ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યરથી લોન્ચ કરી હતી. જહાનવી કપૂરે તેના ફિલ્મ કરિયરની શરૂઆત કરણની ફિલ્મ ધડકથી કરી હતી. તો બીજી બાજુ રણબીર કપૂરે કરણ સાથે એ દિલ હૈ મુશ્લિક અને યે જવાની હૈ દીવાનીમાં સાથે કામ કર્યું હતું.