Not Set/ કેવી રહેશે આપની 19/06/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 19 જૂન 2020, શુક્રવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  રાજનીતિના કાર્યોમાં આજે તમે વ્યસ્ત રહો તેવા એંધાણ મળે […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 19 જૂન 2020, શુક્રવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –  રાજનીતિના કાર્યોમાં આજે તમે વ્યસ્ત રહો તેવા એંધાણ મળે છે. જો તમારું કોઈ સરકારી કાર્ય અટકયું હોય તો તેમાં આજે પ્રગતિ જણાય છે. ધન સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ આજે વધુ પ્રબળ બન્યા છે. ખાસ કરીને કાપડના વેપારી અને સૌંદર્યની ચીજવસ્તુઓ સાથે જોડાયેલા વેપારીઓને લાભ મળી શકે છે. આજે ગળામાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તેની સાવધાની રાખવી.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – પોતાના માટે કાર્ય કરવાની ઇચ્છા થાય. જો તમે થોડા અસ્વસ્થ હશો તો આજે તમારા આરોગ્યમાં વૃદ્ધિ થવાના યોગ દર્શાવે છે. કુલ મળીને આજનો દિવસ શાંતિથી વિતી શકે છે પણ તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો અત્યંત આવશ્યક છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન આવશે પણ ખરું અને વપરાશે પણ ખરું. ધન ખર્ચનું કદ થોડું વધારે દર્શાવે છે. આરોગ્ય બાબતે તમારું ધન વપરાય તેવું પણ દર્શાવે છે માટે આરોગ્યમાં થોડી સાવધાની રાખવી પડશે. માથું દુઃખવું, ચક્કર આવવા વગેરે બિમારીથી આજે તમારે થોડું વધારે સાચવવું.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  આંખોની બળતરાથી સાવધાની રાખજો. ઘરમાં તમારે ભાષા ઉપર સંયમ રાખવો પડશે. તમારે તમારા પિતા સાથે કોઈ મતભેદ ન થાય તેની સાવધાની રાખવી પડશે. મિત્રો અને માતા દ્વારા આજે તમને લાભ મળશે. આજે થોડો સંઘર્ષ આવે પણ તમારું મન પ્રફુલ્લિત રહેવાથી ખૂબ જ હળવા મૂડમાં કાર્ય થશે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – ઘર સંબંધી કાર્યોમાં થોડી મુશ્કેલી અનુભવાય. તમે જે કાર્ય કરવા ઇચ્છો તે ગૂંચવાઈ જાય અને તમારા ધાર્ય પ્રમાણે કાર્ય ન થાય તેવું બને. જો તમે એક્સપોર્ટ ઈમ્પોર્ટના વેપાર સાથે જોડાયેલા હશો તો પ્રમાણમાં વધુ સરળતા રહેશે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – આજે ભાગ્ય બળવાન બન્યું છે. શુભ પ્રવાસના યોગ પણ આપની રાશિમાં રચાયા છે. આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા તમામ જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં વધુ પ્રગતિમય રહેશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા જાતકો માટે પણ આજનો દિવસ લાભપૂર્ણ વિતે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – કુંવારા જાતકોને છૂપા પ્રેમ સંબંધો વેગ પકડે. જીવનસાથી દ્વારા આજે ધનપ્રાપ્તિના અવસરો રચાય ધનની આવક થઈ શકે છે માટે દિવસ પ્રફુલ્લિત વિતે. આખો દિવસ આમ આરામથી વિતે પણ તેમ છતાં મનમાં કોઈ છૂપો ભય સતાવે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – તમારા દ્વારા કોઈ નવા કાર્યને વેગ મળી શકે છે. તમારી કાર્યશક્તિ ઘણી વધારે રહેશે. તમને નવરા બેસી રહેવાની ઇચ્છા નહીં થાય. કંઈક ને કંઈક નવું કરવાની ઇચ્છા થશે અને સફળતા પણ મળી શકે છે, માટે આગળ વધો.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – ધીમે ધીમે ઘરથી દૂર રહેવાનો સમય આવી ગયો છે. કાર્યની વ્યસ્તતા ખૂબ વધી જાય કે ઘરમાં તમે ઓછો સમય આપી શકો તેવું દર્શાવે છે. જો તમારા કોઈ લોનસંબંધી કાર્ય અટક્યા હશે તો તેમાં તેજી આવી શકે છે. તમારા વારસાઈ કાર્યમાં પણ પ્રગતિ થતી જણાય છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  ઘણાં દિવસો પછી આજે તમારા માટે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો અવસર આવતો જણાય છે પણ, આરોગ્યના સંદર્ભે તમારે સાવધાન રહેવું પડશે. શક્ય છે સંતાન દ્વારા તમને કોઈ શુભ સમાચાર મળે અને દિવસ આનંદ-ઉલ્લાસથી મહેકી ઊઠે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – પ્રેમ સંબંધો વધુ ગાઢ બનતા જણાય છે. ઘરમાં આનંદ ઉત્સવનું વાતાવરણ રચાય. પિતાનું આરોગ્ય જાળવવું પડશે પણ સરકારી કાર્યોમાં તમને થોડી સરળતા રહે. જો કોઈ કાર્ય અટક્યું હોય તો ખૂબ જ શાંતિથી આગળ વધજો સફળતા મળી શકે છે.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – ભાગ્ય બળવાન બન્યું છે. જુદા જુદા અનેક કાર્યોમાં તમને સફળતા મળવાના દિવસો શરૂ થયા છે. શુભ પ્રવાસના યોગ પણ નિર્માણ પામ્યા છે. માતાનું આરોગ્ય તમારે વિશેષ જાળવવું પડશે. આવનારા દિવસોમાં માતાના આરોગ્ય સંબંધી તમને ચિંતા સતાવી શકે છે માટે સજાગ રહેવું.

કેવી રહેશે આપની 18/2/2020, વાંંચો આજનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.