ચીનની નાપાક હરકત સામે આજે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો છે. લડાખ બોર્ડર પર થયેલા ભારત ચીન વચ્ચેના હુમલા ભારતના 20 સૈનિકો શહીદ થયા છે ત્યારે શહિદ જવાનો માટે સુરતમાં અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ સંકુલ દ્વારા આ પ્રકારનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળા ના સંચાલક ,આચાર્ય ,શિક્ષકો અને વાલીઓ દ્વારા સવારે 9 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી 10 કલાક મૌન અને અન્ન જળનો ત્યાગ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહયા છે.એટલું જ નહીં મૌન વ્રત પૂર્ણ કર્યા બાદ તમામ દ્વારા કેન્ડલ માર્ચ કરી ચાઈનીઝ પ્રોડકટ નો બહિષ્કાર કરવાની પણ પ્રતિજ્ઞા લેવાના છે.
ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
