Not Set/ મોરારી બાપુ વિવાદ/ સાધુસંત પર આ પ્રકારના હુમલાની ઘટના  સનાતન ધર્મ માટે નિંદનીય : સાધુ સમાજ

મોરોરી બાપુનો વિવાદ વધુ વકરતો જઇ રહ્યો છે. મોરારી બાપુ પર પૂર્વ MLA પબુભા માણેકએ કરેલા અભદ્ર વર્તન અને હુમલા પ્રયાસથી સાધુ સમાજમાં ઘેરા પ્રત્યા ઘાતો પડયા છે. મોરારી બાપુ સમગ્ર વિવાદને શાંત પાડવા આહીર સમાજની માંગ મુજબ દ્વારકા જઇ માફી માંગવા સહમત થયા અને માફી માંગી પણ રહયા હતા.ત્યારે પૂર્વ MLA પબુભા માણેક દ્વારા […]

Gujarat Surat

મોરોરી બાપુનો વિવાદ વધુ વકરતો જઇ રહ્યો છે. મોરારી બાપુ પર પૂર્વ MLA પબુભા માણેકએ કરેલા અભદ્ર વર્તન અને હુમલા પ્રયાસથી સાધુ સમાજમાં ઘેરા પ્રત્યા ઘાતો પડયા છે. મોરારી બાપુ સમગ્ર વિવાદને શાંત પાડવા આહીર સમાજની માંગ મુજબ દ્વારકા જઇ માફી માંગવા સહમત થયા અને માફી માંગી પણ રહયા હતા.ત્યારે પૂર્વ MLA પબુભા માણેક દ્વારા બાપુ પર હુમલાનો પ્રયાસ અને અભદ્ર વર્તન કરાયું હતું.

જેને લઈ ફરી આ વિવાદ વકરી રહ્યો છે. સુરતમાં શ્રી હનુમાન પાઠ મંડળ સહિત સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા પબુભાના કૃત્ય સામે વિરોધ દર્શાવ્યો છે. સાધુ સંત પર આ પ્રકારના વર્તન અને હુમલાની ઘટનાને સનાતન ધર્મ માટે નિંદનીય ગણાવી છે. આજે સુરતમાં વૈષ્ણવ સાધુ સમાજની મિટિંગ યોજાઈ હતી. જેમાં આવતી કાલે ત્રણ સાધુ સમાજ ભેગા થઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે અને પબુભા માણેક માફી માંગે અને ધરપકડ કરાય તેવી સમાજ માંગ કરી રહ્યું છે. ત્યારે મોરારી બાપુનો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.