જેતપુર જીલ્લામાં આવેલ પ્રસિદ્ધ જલારામધામ વીરપુરમાં કોરોનાએ એન્ટ્રી મારી હોવાની વિગતો સામે આવી રહી છે. વીરપુર યાત્રાધામમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્રમાં પણ દોડધામ મચી જવામાં આવી હોવાનું જોવામાં આવી રહ્યું છે.
જી હા, જેતપુર તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ સામે આવ્યો છે અને જેતપુર તાલુકાનાં વીરપુર ગામનાં પંચવટી રોડ વિસ્તારમાંથી કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. માત્ર 13 વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનાં કારણે તંત્ર ધોડતું થઇ ગયું છે. જો કે, કોરોના પોઝિટિવ આવેલ બાળકી 10 તારીખે સાવરકુંડલાથી વીરપુર આવી હોવાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી રહી છે. કારણે જે પણ હોય, પણ વીરપુરમાં કોરોનાની એન્ટ્રીથી તંત્રની મુશ્કેલીઓ વઘી છે તે ચોક્કસ વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
