Not Set/ ચીન સાથેનાં વિવાદ મુદ્દે PM મોદી પર ગરજ્યા કમલ હસન, કહ્યુ- લોકો સાથે ભાવનાત્મક રીતે રમવાનું બંધ કરો

અભિનેતા-રાજકારણી કમલ હાસને લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 સૈનિકોનાં શહીદ થવાને લઇને પીએમ મોદી પર શાંબ્દિક હુમલો કર્યો હતો. કમલ હાસને પીએમ મોદીને ચેતવણી આપી કે લોકો સાથે ‘ભાવનાત્મક રીતે રમવાનુ‘ બંધ કરો. તે જાણીતું છે કે ચીની સેના સાથે હિંસક અથડામણમાં ઘણા ભારતીય સૈનિકો ઘાયલ પણ થયા છે. કમલ હાસને સર્વપક્ષીય […]

India

અભિનેતા-રાજકારણી કમલ હાસને લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 સૈનિકોનાં શહીદ થવાને લઇને પીએમ મોદી પર શાંબ્દિક હુમલો કર્યો હતો. કમલ હાસને પીએમ મોદીને ચેતવણી આપી કે લોકો સાથે ભાવનાત્મક રીતે રમવાનુબંધ કરો.

તે જાણીતું છે કે ચીની સેના સાથે હિંસક અથડામણમાં ઘણા ભારતીય સૈનિકો ઘાયલ પણ થયા છે. કમલ હાસને સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાનની ટિપ્પણી પર સવાલ ઉઠાવનારાઓની ટીકા કરવા બદલ કેન્દ્રની ટીકા કરી છે. બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘લદ્દાખમાં ભારતીય સીમા પર ન તો કોઈએ પ્રવેશ કર્યો છે અને ન તો આપણી પોસ્ટ પર કોઈ અન્યનો કબજો થયો છે.

મક્કલ નિધિ મૈયમનાં વડાએ કહ્યું કે, ‘આવા નિવેદનો આપીને લોકોની ભાવનાઓ સાથે રમવામાં આવે છે. હું વડા પ્રધાન મોદી અને તેમના સમર્થકોને વિનંતી કરું છું કે આમ કરવાનું બંધ કરે. કમલ હાસને કહ્યું કે સવાલો પૂછવા રાષ્ટ્રવિરોધી નથી. સત્ય ન કહે ત્યાં સુધી અમે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખીશું. કારણ કે વડા પ્રધાન મોદીનું નિવેદન સૈન્ય અને વિદેશ મંત્રાલયનાં નિવેદનની બિલકુલ વિરુદ્ધ છે.

શુક્રવારે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષે સરકારની ટીકા કરતા કહ્યું કે, તેઓએ એલએસી (લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ) પરની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી, જેના કારણે ભારતીય સૈનિકો પર ઘાતકી હુમલો થયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મોરચો લેતી વખતે કહ્યું કે, ‘વડા પ્રધાને ચીની આક્રમણ સામે ભારતીય ક્ષેત્ર ચીનને સોંપ્યું છે.કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે જો આ જમીન ચીનની છે તો આપણા સૈનિકો કેવી રીતે માર્યા ગયા? જ્યાં તેમનો જીવ ક્યા લેવામાં આવ્યોં?

કમલ હાસને કહ્યું કે કેટલીક માહિતી ગુપ્ત રાખી શકાય છે, પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારની ફરજ હતી કે આ સંવેદનશીલ સમયમાં સરકારે દેશને વધુ સારી રીતે જાણ કરવી જોઈએ. કમલ હાસને એ પણ સવાલ કર્યો કે શું ગયા અઠવાડિયે થયેલી હિંસાનો અર્થ એ છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં વડા પ્રધાન મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની બેઠક બાદ સરકાર દ્વારા દાવો કરવામાં આવેલી રાજદ્વારી સફળતા ખોખલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.