Not Set/ રાજકોટ/ અમીન માર્ગ પર સલૂન ચલાવતા યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

રાજકોટના અમીન માર્ગ પર આવેલ ત્રિશા પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા મોર્ડન ફેમિલી સલૂનમાં આજે 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  શહેરના કિરણ નગર મેન રોડ આશાપુરા ક્વાટરમાં રહેતા હિરેન જીતુભાઇ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો છે. હિરેન ઘણા સમયથી સલૂન ચલાવતો હતો.   મળતી માહિતી અનુસાર રાજકોટના અમીન માર્ગ પર આવેલ […]

Gujarat Rajkot

રાજકોટના અમીન માર્ગ પર આવેલ ત્રિશા પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા મોર્ડન ફેમિલી સલૂનમાં આજે 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  શહેરના કિરણ નગર મેન રોડ આશાપુરા ક્વાટરમાં રહેતા હિરેન જીતુભાઇ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો છે. હિરેન ઘણા સમયથી સલૂન ચલાવતો હતો.  

મળતી માહિતી અનુસાર રાજકોટના અમીન માર્ગ પર આવેલ ત્રિશા પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા મોર્ડન ફેમિલી સલૂન સવારે હિરેન રાબેતા મુજબ સલૂનમાં આવ્યો હતો અને સલૂન ખોલી બાજુની દુકાનમાંથી પાના-પક્કડ લઈ આવ્યો અને તેણે સલૂનમાંથી પંખો ઉતાર્યો. પંખો ઉતારી તે હૂકમાં તેણે રસ્સી બાંધી. જો કે ગળાફાંસો ખાવાની ઘટના સીસીટીવીમાં ન આવે તે માટે તેણે સલૂનમાં મેઈન સ્વીચ ઓફ કરી દીધી અને મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી ફાંસી ખાઈ લીધી હતી. 

યુવાનની આત્મહત્યાની જાણ તેના મિત્રને થતાં તેણે તેના પિતાને જાણ કરી હતી. યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હાલ પ્રકાશમાં આવ્યું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.