Not Set/ અમેરિકામાં કોરોનાનું તાંડવ, એક જ દિવસમાં સામે આવ્યા 34,700 નવા કેસ

ચીનનાં વુહાન શહેરમાંથી નીકળેલા કોરોના વાયરસનો રોગચાળો વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં તાડંવ મચાવી રહ્યો છે. અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, અહી અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 23,91,336 રહી છે જ્યારે રોગચાળાનાં કારણે 1,22,985 લોકોનાં મોત નીપજ્યાં છે. યુ.એસ. માં મંગળવારે અમેરિકામાં ચેપનાં 34,700 કેસ નોંધાયેલા, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર […]

World

ચીનનાં વુહાન શહેરમાંથી નીકળેલા કોરોના વાયરસનો રોગચાળો વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં તાડંવ મચાવી રહ્યો છે. અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, અહી અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 23,91,336 રહી છે જ્યારે રોગચાળાનાં કારણે 1,22,985 લોકોનાં મોત નીપજ્યાં છે. યુ.એસ. માં મંગળવારે અમેરિકામાં ચેપનાં 34,700 કેસ નોંધાયેલા, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા આંકડા મુજબ યુ.એસ. માં કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં આટલા બધા કોરોના સંક્રમણનાં કેસ હોવાના વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના ટેસ્ટિંગ મોટા પાયે કરવામાં આવી રહ્યું હોવાનુ જણાવ્યુ હતુ. મંગળવારે 34,700 નવા કેસો આવ્યા બાદ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ પહેલા માત્ર બે વાર બન્યું હતું જ્યારે એક દિવસમાં યુ.એસ. માં ચેપનાં વધુ કેસોની પુષ્ટિ થઈ હોય. 9 અને 24 એપ્રિલ, 2020 નાં રોજ રેકોર્ડ 36,400 કેસ નોંધાયા હતા. યુ.એસ. માં છેલ્લા છ અઠવાડિયાથી કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, ન્યુ યોર્ક અને ન્યુ જર્સી જેવા ગીચતાવાળા શહેરોમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થયો છે, જે યુ.એસ.નાં કોરોના હોટસ્પોટ્સમાં શામેલ છે પરંતુ હવે આ વાયરસ દક્ષિણ અને પશ્ચિમમાં ફેલાયો છે. નેવાડા, ટેક્સાસ, એરિઝોના, કેલિફોર્નિયા અને મિસિસિપી સહિતનાં કેટલાક રાજ્યોમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસ દર્દીઓની સંખ્યામાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે, ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ભારત આવે છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં 92 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.