Canada News/ જસ્ટિન ટ્રુડોની પોતાનાજ દેશમાં હાલત ખરાબ ? ભારત સાથેના સંબંધો બગડવાની સાથે…

ભારત (India) પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે.

Trending World

Canada News: ભારત (India) પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. હવે તેની અસર કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર પણ પડવા લાગી છે. ટ્રુડો દેશ-વિદેશમાં મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યા છે અને તેમની જ પાર્ટીના નેતાઓ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પોતાની લિબરલ પાર્ટીના સાંસદો ટ્રુડોના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા છે. આ સિવાય કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ સતત ટ્રુડોને નિશાન બનાવી રહ્યા છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 10 19T142717.361 ભારતીયો નથી ભણવા માંગતા કેનેડામાં, ટ્રુડોના દેશ પ્રત્યે વિદ્યાર્થીઓનો મોહભંગ, અરજીઓમાં 80% ઘટાડો

નિજ્જર હત્યાકાંડ કેસમાં ભારત વિરુદ્ધ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને સાંસદ એન્ડ્ર્યુ શિયરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેનેડાના તત્કાલિન વિપક્ષી નેતા એન્ડ્રુ શિયરનો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરતો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ 70-સેકન્ડના વિડિયોમાં, શિયરને ટ્રુડો પર આકરા પ્રહારો કરતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એશિયામાં ઉભરતી શક્તિ સાથે કેનેડાના સંબંધોને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકતા સાંભળી શકાય છે.

વીડિયોમાં, એન્ડ્ર્યુ શિયરને જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધતા અને કહેતા સાંભળી શકાય છે, ‘આ પાયાવિહોણું અને અસ્વીકાર્ય છે. આ રીતે ભારત સરકારે વડા પ્રધાનના વિચિત્ર સિદ્ધાંતનું વર્ણન કર્યું છે કે દોષિત આતંકવાદીનું મૃત્યુ કોઈક રીતે ભારત સરકાર વતી કામ કરતા એજન્ટોનો દોષ છે.’

જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં છે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કન્ઝર્વેટિવ અને લેબર બંને પક્ષોના સાંસદોના હુમલા હેઠળ આવ્યા છે. જસ્ટિન ટ્રુડોના પોતાના પક્ષના ઘણા નેતાઓ અને સંસદના કેટલાક સભ્યો જાહેરમાં તેમના નેતૃત્વ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવાથી આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં સત્તાવાર રીતે તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ગુરુવારે, કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ માટે ઓછામાં ઓછા 20 સાંસદો તેમના નામો આપવા સંમત થયા છે. એવું લાગે છે કે આ પગલું ઝડપથી ટ્રુડોને પદ પરથી દૂર કરવાના ગંભીર પ્રયાસમાં ફેરવાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેનેડામાં ડર હેઠળ જીવતા ભારતીયો, બે ટંકનું રળવું પણ મુશ્કેલ

આ પણ વાંચો:પિતા-પુત્રની સરકાર વખતે જ ભારત અને કેનેડાના સંબંધો કેમ બગડ્યા?

આ પણ વાંચો:ભારતની કડકાઈ પર કેનેડાના દાવાઓનો પર્દાફાશ, ટ્રુડોએ સ્વીકાર્યું – ‘નિજ્જર હત્યાકાંડના કોઈ પુરાવા આપ્યા નથી’